સુરતના ભાગાતળાવ વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકની હત્યા કરી દેવાઇ છે. આ ઘટનામાં મીંડી ગેંગના જમાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. માથાભારે આરીફ મીંડીના જમાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવતા ઇજાગ્રસ્ત હાજી નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું. હાલ આ મામલે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં વધુ એક વખત ગુનાખોરીની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભાગાતળાવ વિસ્તારમાં ફાયરિંગ થયું છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, શહેરના લાલગેટ વિસ્તારમાં મીંડી ગેંગના જમાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગ દરમ્યાન બીલાલ પુનાવાળા ઉર્ફે હાજી અંજીરના વ્યક્તિને બે ગોળી શરીરના ભાગે વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જેથી, 108 મારફતે તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો અને હાલમાં આ ઘટનાને લઇને લાલગેટ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં ફાયરિંગ કરનાર ઈસમો કોણ હતા અને શેના માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું અને તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. પરંતુ પોલીસ દ્વારા આ દિશામાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મીંડી ગેંગની આંતરિક લડાઈના કારણે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલમાં અલગ-અલગ એંગલથી લાલગેટ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.