પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવ્યા બાદ નિશાન પર આવેલા ચીફ જસ્ટિસે રિટાયર થતા પહેલાં સરકાર અને સેના પર પરોક્ષ રીતે જોરદાર સંભળાવ્યું. ચીફ જસ્ટિસ આસિફ સઇદ ખોસા એ કહ્યું કે તેઓ સ્પષ્ટ મનથી સંસ્થાને છોડી રહ્યા છે. તેમણે રેખાંકિત કર્યું કે દેશદ્રોહના કેસમાં પૂર્વ સેના પ્રમુખ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવ્યા બાદ અને ન્યાયાપાલિકાની વિરૂદ્ધ દુર્ભાવનાપૂર્ણ અભિયાન શરૂકર્યું. 64 વર્ષના ખોસાએ કહ્યું કે ન્યાયપાલિકા અને તેમણે આલોચનાઓ વચ્ચે કામ કર્યું. શુક્રવાર અડધી રાત્રે તેમનો કાર્યકાળ ખત્મ થઇ ગયો.
પાકિસ્તાનના પૂર્વ સૈન્ય પ્રમુખ અને સરમુખત્યાર પરવેઝ મુશર્રફને દેશદ્રોહ બદલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 3 સભ્યોવાળી પેનલનું નેતૃત્વ કરનારા પેશાવર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહેમદ શેઠ દ્વારા લખાયેલા 167 પાનાના ચુકાદામાં કહેવાયું હતું કે, જો ફાંસી આપતા પહેલા મુશર્રફનું મોત થાય તો તેમના મૃતદેહને ઢસડીને ઇસ્લામાબાદના સેન્ટ્રલ સ્ક્વેર પર લાવવામાં આવે અને 3 દિવસ સુધી લટકાવી રાખવામાં આવે.
આ ચુકાદા બાદ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની કાયદાકીય ટીમ સાથે ચર્ચા કરી હતી અને તેમના ટોચના સહાયકોની પ્રેસ કોન્ફરન્સમાં બેઠકના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવી. કાયદા મંત્રી ફરોગ નસીમે કહ્યું હતું કે, આ ચુકાદો દર્શાવે છે કે જજ સેઠ માનસિક રીતે અસ્વસથ છે. કારણ કે તેમણે કહ્યું હતું કે, જો ચુકાદા પહેલા જ મુશર્રફનું મોત થાય તો તેમના મૃતદેહને પણ ફાંસીએ ચડાવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.