AIMIM(ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને મીડિયા પર નિશાન સાધ્યુ છે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, કોઈ પણ પ્રકારની યોજના વગર લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને કોરોનાનો સામનો કરવામાં મળી રહેલી નિષ્ફળતાની ટીકા ના થાય તે માટે ભાજપના પ્રયારકો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમોને બલીનો બકરો
બનાવવા એ કોરોના વાયરની દવા નથી અને નથી આ પ્રકારની હરકત ટેસ્ટિંગનો વિકલ્પ બની શકવાની. ખોટા અહેવાલો પ્રસારીત કરીને મુસ્લિમો પર હુમલા કરવામાં આવી રહ્યા છે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, તબલિગી જમાતના કાર્યક્રમો પહેલા પણ થતા હતા. આજે જમાતને બદનામ કરવામાં આવી રહી છે. સવાલ એ લોકોને પૂછવામાં આવે જે સત્તામાં છે. જમાતને નહી.બીજા લોકો સાથે જમાત જેવો વ્યવહાર નથી કરાઈ રહ્યો જેમણે લોકડાઉન તોડ્યુ હતુ.આવા કાર્યક્રમો બીજે પણ થયા હતા પણ બદનામ ખાલી જમાતને કરવામાં આવી રહી છે. દેશના એરપોર્ટ પર સ્ક્રીનિંગ 3 માર્ચથી શરુ થઈ ગઈ હતી તેમ છતા કેવી રીતે વિદેશીઓ કોરોના વાયરસ સાથે આવીને જમાતના કાર્યક્રમાં સામેલ થયા તે સરકારે વિચારવાનો વિષય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.