મુસ્લિમો બલી આપી શકે તો હિન્દુઓ કેમ નહી? કેરાલાના કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન

સુપ્રીમ કોર્ટે ગુરુવારે દાખલ કરવામાં આવેલી એક પિટિશનમાં મંદિરમાં દેવતાઓના નામ પર અપાતા બલિ પર રોક લગાવતા કેરાલા સરકારના કાયદા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન થઈ છે તેમાં કહેવામાં આવ્યુ છે કે, જો મુસ્લિમો બકરી ઈદ પર બકરાઓની અને કેટલાક ખાસ પ્રસંગોએ ચર્ચમાં પણ પશુઓની બલી અપાતી હોય તો હિન્દુઓ કેમ બલિ ચઢાવી ના શકે.

એ બાદ સુપ્રીમ કોર્ટે પિટિશનની બંધારણીય યોગ્યતા તપાસવા માટે તૈયારી બતાવી છે.કેરાલમાં પશુ પક્ષીઓની બલિ આપવાનો કાયદો 52 વર્ષ જુનો છે.આ કાયદા હેઠળ હિન્દુઓને પશુ પક્ષીઓની બલિ આપવા પર રોક લગાવાઈ છે.જેની સામે કેરાલા હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી હતી.જોકે કેરાલા હાઈકોર્ટે 16 જુલાઈએ આ પિટિશન એમ કહીને ફગાવી દીધી હતી કે, આ પિટિશનમાં એવુ કોઈ તથ્ય દેખાતુ નથી જેનાથી સાબિત થઈ શકે કે, બલિ આપવાની પ્રથા હિન્દુ ધર્મની પ્રેક્ટિસનુ અભિન્ન અંગ છે.

જોકે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.આ પિટિશનમાં ઉઠાવવામાં આવેલા સવાલો પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે તૈયારી બતાવી છે.પિટિશન કરનારા કે વી વિશ્વનાથ અે વી ગીરીએ આ પિટિશનમાં હિમાચલ પ્રદેશ અને ત્રિપુરા હાઈકોર્ટમાં પણ થયેલી આ પ્રકારની પિટિશનને આગળ ધરી છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે કેરલ સરકારને નોટિસ ફટકારી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.