મુસ્લિમ યુવતીએ મહાશિવરાત્રિના દિવસે હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા, રુખસાનામાંથી બની રાખી

મધ્ય પ્રદેશના ખંડવામાં રુખસાનાએ હિન્દુ ધર્મ અપનાવીને પોતાનું નામ રાખી રાખ્યું છે. હવે તેણે શિવરાત્રિ પર મહાદેવગઢ મંદિરમાં સુનીલ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન વિધિવિધાન પૂર્વક સંપન્ન થયા હતા. તેમના વિવાહના સાક્ષી અહીં આવતા ભક્તો બન્યા હતા. મહાદેવગઢમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. મહાશિવરાત્રિ પર 8 માર્ચના રોજ ભક્તોની ભીડ ઉમટી પડી હતી

News18 Gujarati

0105

સુનીલ પિપલકોટાનો છે અને રુખસાના બાંગરદાની. આ લગ્નને લઈને હિન્દુ સંગઠનના સંગીતા સેને જણાવ્યું છે કે, બંને એકબીજાના સંપર્કમાં હતા. તેમણે મારો સંપર્ક કર્યો તો, મેં મહાદેવગઢ મંદિરમાં લગ્ન કરવાની ભલામણ કરી. બંનેએ મહાશિવરાત્રિના દિવસની એટલા માટે પસંદગી કરી કેમ કે, આજના દિવસે ભગવાન શિવ અને મા શક્તિનું મહામિલન થયું હતું. આવી જ રીતે તેમનું પણ આજે મિલન થયું છે.

મહાદેવગઢ મંદિરમાં બેનેએ એકબીજાને અપનાવી લીધા. અહીં પંડિતોની હાજરીમાં હિન્દુ રીતિ રિવાજ સાથે તેમના લગ્ન કરાવામાં આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી. મહાદેવગઢ મંદિરના સંરક્ષક અશોક પાલીવાલે જણાવ્યું છે કે, રુખસાનાનો આજે સનાતનમાં પ્રવેશ થયો છે. હવે તે રાખી બનીને સુનીલની ધર્મપત્ની બની છે.

પાલીવાલે કહ્યું કે, તેમના વૈવાહિક જીવન સુખ અને સમૃદ્ધિ સાથે વ્યતીત થાય, આ જ કામના કરીએ છીએ. તેમણે કહ્યું કે, આ અગાઉ રુબીના અહીં રક્ષા બનીને વિવાહ બંધનમાં બંધાઈ ચુકી છે. સાથે જ આવી રીતના અન્ય કપલ પણ અહીં લગ્ન કરે છે. આ અવસર પર રુખસાનાએ કહ્યું કે, તેને નાનપણથી હિન્દુ સંસ્કૃતિ પોતાની અને આકર્ષિત કરે છે. હું સુનીલને પતિ તરીકે પામીને ખૂબ ખુશ છું.

વળી સુનીલે કહ્યું કે, તેને રુખસાના પસંદ છે. આજે અમે પુરા વિધિ વિધાન સાથે સાત ફેરા લીધા છે. હું સાત વચન જિંદગીભર નિભાવીશ. હું એ વાતની પુરી કોશિશ કરીશે કે મને અને રાખીને કોઈ દુખ ન આવે. આજે અહીં આવીને ખૂબ સારુ લાગ્યું. તમામ લોકોએ સાથ આપ્યો. કોઈ સમસ્યા આવી નથી. અમે બંને જિંદગીભર ખુશ રહીશું.

આ અનોખા લગ્નના સાક્ષી અહીં આવેલા તમામ ભક્તો બન્યા હતા. ભક્તોએ કહ્યું કે, આ બે આત્માનું મિલન છે. તેની આડે કોઈ ધર્મ કે જાતિ આવતા નથી. આજે મહાશિવરાત્રિનો દિવસ છે. આ બંનેએ આજે ભગવાન શિવને સાક્ષી માનીને લગ્ન કર્યા છે. તેમનો સાથે જન્મોજન્મ સુધી રહે તેવી શુભકામનાઓ આપીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.