દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે બુધવારના રોજ એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં સમયે દેશના મુસ્લિમ સમુદાયને નાગરિકતા સંશોધન કાયદાને લઇ આશ્વાસન આપ્યું. રાજનાથ સિંહે કહ્યું ક વોટ આપવો, ના આપવો લોકોના હાથમાં છે પરંતુ સરકારની નિયત પર શંકા કરવી જોઇએ નહીં. સિંહે એમ પણ કહ્યું કે પાર્ટી એવી જીત નથી ઇચ્છતી જે નફરત દ્વારા મળી હોય.
રેલીને સંબોધિત કરતાં રાજનાથે કહ્યું કે હું મારા મુસ્લિમ ભાઇઓને કહેવા માંગું છું, તમે મને વોટ આપો કે ના આપો, આ નિર્ણય તમારા હાથમાં છે પરંતુ અમારી નિયત પર શક ના કરો. કોઇ તમારી પાસેથી તમારી નાગરિકતા છીનવાનું તો દૂર, કોઇ આંગળી પણ અડાડી શકશે નહીં. વધુમાં કહ્યું કે અમે એવી જીત નથી ઇચ્છતા જે નફરત દ્વારા મળી હયો. જો અમે જીતી પણ ગયા તો અમને એવી જીત સ્વીકાર્ય થશે નહીં.
દિલ્હીના આદર્શનગરમાં આયોજીત રેલીમાં સિંહે કહ્યું કે ભાજપ નફરતના સહારે દિલ્હીમાં સત્તા આવવા માંગતું નથી અને આ પ્રકારની જીત પાર્ટીને અસ્વીકાર્ય હશે. તેમણે કહ્યું કે આ નવા કાયદાથી વાસ્તવિક નાગરિકને અસર થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.