પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરી એક વખત આ પ્રકારનુ નિવેદન આપ્યુ છે.
સાક્ષી મહારાજે કહ્યુ હતુ કે, મુસ્લિમોનો લઘુમતીનો દરજ્જો ખતમ કરવાની જરુર છે.કારણકે હવે પાકિસ્તાનની કુલ વસતી કરતા હિન્દુસ્તાનમાં મુસ્લિમોની વસતી વધી ગઈ છે.
જયારે લવ જેહાદ પર બોલતા તેમણે કહ્યુ હતુ કે, લવ શબ્દ તો બહુ સારો છે.પ્રેમ લગ્નની પરંપરા તો જગતની શરુઆત થઈ ત્યારથી ચાલી આવે છે.તેનાથી કોઈને વાંધો નથી પણ જ્યારે લવની સાથે જેહાદ શબ્દ જોડાય છે ત્યારે તે ઝેર બની જાય છે.લવ જેહાદ હિન્દુ યુવતીઓને નામ બદલીને ફસાવવા માટે છે અને એ પછી તેમની સાથે લગ્ન કરીને આતંકવાદીઓ પેદા કરવામાં આવે છે અને હિન્દુ યુવતીઓને તેમના હાલ પર છોડી દેવામાં આવે છે.
સાક્ષી મહારાજે કહ્યુ હતુ કે, પ્રેમ લગ્ન 99 ટકા સફળ થયા છે પણ લવ જેહાદમાં થયેલા 99 ટકા લગ્ન નિષ્ફળ જાય છે.લવ જેહાદના પૈસા વિદેશથી આવે છે.જ્યાં કટ્ટરવાદી હિન્દુ લડકીને ફસાવવાનો ભાવ 11 લાખ રુપિયા છે.આ જ રીતે હિન્દુઓની અલગ અલગ જાતિની યુવતીઓ માટે રેટ ફિક્સ કરાયેલો છે.
તેમણે કહ્યુ હતુ કે, લવ જેહાદનો કાયદો બનાવીને યુપી સરકારે બહુ સારુ કામ કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.