મુસ્લિમ ઉમેદવારોને ભાજપ કેમ ટિકિટ નથી આપતી- મનોજ તિવારીનો ખુલાસો

દિલ્હીમાં મતદાન પહેલા BJP પોતાના ચૂંટણી પ્રચારમાં આક્રમક થઈ ચુકી છે. દિલ્હી BJP અધ્યક્ષ મનોજ તિવારી ખુલીને પોતાના વિચારો ભાષણો અને ઈન્ટરવ્યૂમાં રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક એવા સવાલનો પણ જવાબ આપ્યો હતો, જે દરેક ચૂંટણી પેલા BJPની સામે ઊભો કરવામાં આવે છે.

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો BJP પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ન આપવાનો આરોપ લગાવતા રહે છે. તેનો એક ઈન્ટરવ્યૂમાં મનોજ તિવારીએ જવાબ આપ્યો હતો.

જ્યારે મનોજ તિવારીને પૂછવામાં આવ્યું કે, શા માટે BJPએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં નથી ઉતાર્યો? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, BJP એ જ મુસ્લિમ કેન્ડિડેટને ટિકિટ આપી શકે છે, જ્યાં મુસ્લિમ વિસ્તારો છે. પરંતુ અમે ટિકિટ આપીએ તો તેઓ જીતતા નથી. આથી અમે બીજા વિકલ્પો પસંદ કરીએ છીએ.

મનોજ તિવારીએ એક ઉદાહરણ આપતા કહ્યુ હતું કે, રામપુરમાં મુખ્તાર અબ્બાસ નકવીને પણ ન જીતાડ્યા. અમે તેમને રાજ્યસભાથી લાવીને મંત્રી બનાવીએ છીએ. મોહસિન ભાઈને MLC બનાવીને લાવ્યા છીએ. તેઓ યુપીમાં મિનિસ્ટર છે.

મનોજ તિવારીએ મુસ્લિમ સમુદાય માટે કરવામાં આવેલા કેન્દ્ર સરકારના કામો વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું. અમે મુસ્લિમ સમાજને મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળ વિશે સતત જણાવ્યું. 3.5 લાખ મદરેસાના બાળકોને વજીફા (સ્કોલરશિપ) આપી. તેમણે કહ્યું, મોદી શાસનનો ભય બતાવવામાં આવી રહ્યો છે. 5 વર્ષમાં તે પણ દૂર થઈ જશે. લોકોએ હવે ભ્રમમાં ન આવવું જોઈએ. જનતા જેને હરાવી રહી છે, તે ભ્રમ દ્વારા ઉપદ્રવ ફેલાવવા માગે છે. તેનાથી દેશે સાવધાન રહેવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.