રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના યુવાઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી તેનો મુખ્ય આશય લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારીરિક તદુંરસ્તી જળવાઈ રહે અને રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ કરવામાં આવે છે ચાલુ વર્ષે ખેલમહાકુંભમાં 29 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ વર્ષે ખેલમહાકુંભનુ આયોજનતા:14/03/2022 થી તા:01/05/2022 દરમિયાન યોજવાનુ સંભવત આયોજન છે.
તેમણે ઉમેર્યુ કે ખેલમહાકુંભનું સુચારૂ આયોજન થાય તે માટે સૂચનો મેળવવા રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિમાગ દ્વારા તા:05/01/2022ના રોજ ટ્રાન્સ્ટેડીયા, અમદાવાદ ખાતે શક્તિદૂત ખેલાડીઓ, કોચીઝ, વ્યાયામ શિક્ષક તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને આ વખતે ખેલ મહાકુંભના ભવ્ય આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં “કર્ટેન રેઇઝર” કાર્યક્રમ તા:17/02/2022ના રોજ અમદાવાદ મુકામે કરવામાં આવેલા હતા, તેમાં ગુજરાતભરમાંથી આશરે 3,75,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
તેમણે ઉમેર્યુ કે,ખેલ મહાકુંભમા ભાગ લેવા માટે વેબસાઇટ: khelmahakumbh.gujarat.gov.in પરથી 2,67,881 લોકોએ તા:22/02/2022 સુધીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.અને ચાલુ વર્ષે પણ રાજ્યના યુવાનો ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવે અને ભાગ લે તે માટે મારી રાજ્યના યુવાનોને નમ્ર અપીલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.