શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં જ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને હટાવવાની માંગણીને લઈને NHRCમાં અરજી કરવામાં આવી છે અને જ્યારે હવે અયોધ્યાના બાબાએ એક વિવાદિત સ્ટેટમેન્ટ આપી દીધું છે. ફિલ્મનો વિરોધ કરતા પરમંહસ આચાર્યએ શાહરૂખનની ચામડી ઉખેડી નાખવા સુધીની વાત કહી દીધી છે. અયોધ્યાના સંત જગતગરુ પરમહંસ આચાર્યે ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કરતા કહ્યું તે ફિલ્મ પઠાણમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે.
આ એક સમજી વિચારેલી રણનીતિ હેઠળ હિંદુઓની ભાવનાને આહત કરવા માટે, પૈસા કમાવવાનો લોકોએ ધંધો બનાવી લીધો છે. આ ફિલ્મ જેહાદ છે અને આ રણનીતિ તૈયાર કરીને કરવામાં આવે છે આથી આજે અમે શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવ્યું છે અને હું શોધી રહ્યો છું કે જે દિવસે શાહરૂખ ખાન મળી જશે તો તે જેહાદીને જીવતો સળગાવી દઈશ.
સાથે જ પરમહંસે ધમકી આપતા એક મોટું વિવાદિત સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. તેણે કહ્યું છે કે શાહરૂખ ખાન જે દિવસે મને મળી જશે તો તેની ચામડી કાઢીને તેને જીવતો સળગાવી દઈશ. મારા માણસો તેને મુંબઈમાં શોધી રહ્યા છે અને જો અમારામાંથી બીજા કોઈને તે મળી જાય અને કોઈ સનાતની શેર તેને જીવતો સળગાવી દે તો તેના પરિવારને હું આર્થિક મદદ કરીશ.
સંતે આગળ કહ્યું છે- શાહરૂખ ખાનને તો હું શોધી રહ્યો છું અને મારા લોકો પણ મુંબઈમાં તેને શોધવા માટે લાગેલા છે, જે દિવસે તે મને મળી જશે તો તેને જીવતો સળગાવી દઈશ. જો અમારાથી પહેલા કોઈ હિંદુ શેર તેને સળગાવી દેશે તો તેનો કેસ હું પોતે લડીશ. તેના પરિવારને આર્થિક મદદ કરીશ અને કોઈ પણ જો સનાતનનું અપમાન કરશે તો પલટવાર થશે. શાહરૂખ ખાનનો ધર્મ ઈસ્લામ છે અને આજ સુધી તેણે પોતાના ધર્મ પર ન તો કોઈ વેબ સીરિઝકે ન તો ફિલ્મ બનાવી છે. હું તેને ચેલેન્જ કરું છું કે હલાલા પર પર ફિલ્મ બનાવીને દેખાડે, ત્રણ તલાર પર બનાવીને દેખાડે, પૈંગબર મોહમ્મદની લાઈફ પર બનાવીને દેખાડે. ખબર નહીં 5 મિનિટની અંદર કેટલા ટુકડા થશે કોઈ ઘણી પણ નહીં શકે. માત્ર તેમને ખબર છે કે હિંદુ માનવતાવાદી છે અને આથી તેમની મજાક ઉડાઓ અને પૈસા કમાઓ આથી અમે બધાનું સન્માન કરીએ છે.
સંતે આગળ કહ્યું કે, જે સનાતનની આસ્થાની મજાક બનાવશે, અપમાન કરશે તેની પર પલટવાર થશે. આ જેહાદી રાક્ષસોનો વધ અમે લોકો પણ હવે શરૂ કરશું. તેની શરૂઆત આમીર ખાનથી શાહરૂખ ખાન અને સલમાન ખાનથી થશે. જણાવી દઈએ કે આ પહેલા હિંદુ મહાસભાએ પણ દીપિકાની ભગવા રંગની બિકીની પર આપત્તિ જતાવી હતી અને જ્યારે RTI એક્ટીવિસ્ટ દાનિશ ખાને તેને મુસ્લિમોનો ચિશ્તી રંગ બતાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.