ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટી ઉથલ-પાથલની સંભાવના દેખાઈ રહી છે. પાટીદાર સમાજના મોટા નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટી પર નિશાનો સાધ્યો છે. તેમણે કોંગ્રેસ પર નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા પાટીદાર સમાજના અપમાનનો આરોપ લગાવ્યો છે અને તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં મારી સ્થિતિ એ વરરાજા જેવી છે અને જેની લગ્ન બાદ નસબંધી કરાવી દેવામાં આવી હોય.
માત્ર 26 વર્ષની ઉંમરમાં કોંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. કેન્દ્ર અને રાજ્યમાં નેતા વધારે હોવાના કારણે નિર્ણય થઈ શકતો નથી. પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના મોટા ભાગે મીડિયામાં નિવેદન આવે છે તેના કારણે આખા પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે અને એ પાટીદાર સમાજ સહન નહીં કરે.
બે મહિના થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય થઈ શક્યો નથી અને સ્થાનિક નેતૃત્વએ તેના પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.અને એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે મને પ્રદેશ પાર્ટી કમિટીની બેઠકમાં આમંત્રિત કરવામાં આવતો નથી. કોઈ પણ નિર્ણય લેવા પહેલા તેઓ મારી પાસ સલાહ લેતા નથી પછી આ પદનો અર્થ શું છે? ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો અર્થ લગ્ન બાદ વરરાજાની નસબંદી કરાવવા બરાબર છે.
હાર્દિક પટેલની આ નારાજગી એવા સમયે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે પાટીદાર હિંસા કેસમાં તેમને દોષી ઠેરવવાના હાઇ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ હાર્દિક પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. વર્ષ 2015મા OBC સમુદાય માટે અનામતની માંગણી કરતા હાર્દિક પટેલે અમદાવાદમાં રેલી કરી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત જ નહીં આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયા હતા.અને માર્ચ 2019મા તેમણે કોંગ્રેસ પાર્ટી જોઇન્ટ કરી. જુલાઇ 2020મા તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.