મધ્ય પ્રદેશના છત્તરપુર પોલીસ કાર્યાલયમાં એક શખ્સ વિચિત્ર ફરિયાદ લઈને પહોંચ્યો હતો. તેનું કહેવું હતું કે, મારી પત્ની બહું વધારે પડતી સુંદર છે, એટલા માટે તે મારી સાથે નથી રહેતી. યુવકે કહ્યું કે, સાસરિયે ગયો તો, પત્નીએ આવવાની ના પાડી દીધી, અને સાસરિયાના લોકોએ મારપીટ કરી ત્યાંથી ભગાડી મુક્યો.અને એટલા માટે હવે અહીં આવ્યો છું, કદાચ એસપી સાહેબ મારી મદદ કરી શકે.
હકીકતમાં જોઈએ તો, યુપીના બાંદા જિલ્લાના મટોંધ ગામના રહેવાસી નંદૂ પાલના લગ્ન ગત વર્ષે છતરપુર જિલ્લાના લવકુશનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા નગરૌલીની રીના પાલ સાથે થયા હતા અને નંદૂ પાલનું કહેવુ છે કે, મારી પત્ની સુંદર છે, સ્માર્ટ છે, તે ભણેલી-ગણેલી છે. આ કારણે તે મારી સાથે રહેવા નથી માગતી.
નંદૂ પાલનું કહેવુ છે કે, હું મારી પાત્નીને લેવા પિયરમાં ગયો હતો, તો તેણે મારી સાથે આવવાની ના પાડી દીધી. સાથે જ પરિવારના લોકો પાસેથી માર ખવડાવ્યો. મારે મારી ઘરવાળી પાછી જોઈએ.અને જેમણે પણ મને માર્યો છે, તેમને સજા મળવી જોઈએ. લગ્નના ત્રણ દિવસ બાદ તે પિયરમાં જતી રહી હતી. હવે હું પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.