કોરોના (Coronavirus) બાદ દેશમાં જો કોઇ એક બિમારીની વાત સૌથી વધુ થઇ રહી હોય તો તે છે બ્લેક ફંગસ (Black fungus) (મ્યૂકરમાઇકોસિસ). જી હાં ફંગસ (fungus) નું તે રૂપ જે જીવલેણ બની ચૂક્યું છે.
કોરોના (Coronavirus) બાદ દેશમાં જો કોઇ એક બિમારીની વાત સૌથી વધુ થઇ રહી હોય તો તે છે બ્લેક ફંગસ (Black fungus) (મ્યૂકરમાઇકોસિસ). જી હાં ફંગસ (fungus) નું તે રૂપ જે જીવલેણ બની ચૂક્યું છે. આ બિમારીને લઇને લોકોમાં ડરનો માહોલ છે. આ દરમિયાન ગુજરાત (Gujarat) ના સુરત (Surat) માં બ્લેક ફંગસનો એક નવો કેસ સામે આવ્યો છે. જેમાં ફંગસ (fungus) દર્દીના મગજ સુધી પહોંચી ગઇ. બ્લેક ફંગસ સાથે જોડાય્લો આ પ્રકારનો દેશમાં આ પ્રથમ કેસ છે.
જાણકારી અનુસાર સુરતમાં એક 23 વર્ષીય યુવકના મગમાં બ્લેક ફંગસ (Black fungus) નું ઇંફેક્શન જોવા મળ્યું. ડોક્ટરોનું કહેવું છે કે દર્દીના મગજમાં આ ઇંફેક્શનની ખબર પડી. બિમારીની જાણ થયા બાદ ડોક્ટરોએ દર્દીની સર્જરી કરી પરંતુ તેને બચાવી શક્યા નહી. સર્જરીના ચોથા દિવસે દર્દીનું મોત નિપજ્યું.
ડોક્ટરો પણ હૈરાન ,
આ કેસએ ડોક્ટરો (Doctor) ને પણ આશ્વર્યમાં મુકી દીધા છે. ડોક્ટરોનું કહેવું છે કે 23 વર્ષીય યુવક સાયનસના બદલે સીધી મગજમાં ફંગસની અસર જોવા મળી. ડોક્ટરોએ પણ આ દાવો કર્યો છે કે દેશમાં આ પ્રથમ કેસ છે જેમાં બ્લેક ફંગસ દર્દીઓના મગજમાં જોવા મળી.
બ્લેક ફંગસને લઇને હરકતમાં સરકાર,
તમને જણાવી દઇએ કે વધતા જતા બ્લેક ફંગસ (Black fungus) ના દર્દીઓના લીધે તેની સાથે સંકળાયેલી દવાની અછત જોવા મળી રહી છે. એવામાં કેંદ્ર સરકાર હરકતમાં આવી છે. સરકરે આ બિમારીનો સામનો કરવા માટે શુક્રવારે ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરવાની જાહેરાત કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.