- રાજ્યમાં વરસાદી માહોલ છવાતા અનેક ડેમમાં પાણીની આવક થવા પામી છે. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ વધારો થતા પાણી છોડવામાં આવ્યું હતું.
1. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% ભરાયો
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો. નર્મદા ડેમની જળસપાટી 134.76 મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી 2.01 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાઈ રહ્યું છે.
2. બનાસ નદીમાંથી પાણી છોડાયું
બનાસકાંઠાનાં ટોટાણા એસ્ક્રેપ કેનાલમાં 311 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એસ્ક્રેપ થકી બનાસકાંઠા પટમાં તેમજ ખારી-2 નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા નદી વિસ્તારનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બનાસ અને ખારી-2 એસ્ક્રેપ થકી બનાસ તેમજ ખારી-2 નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ટોટાણા, શિયા, સુદ્રોસણ, સોહનપુર, ભદ્રીવાડી ગામોને એલર્ટ કરાયા હતા. નદી વિસ્તારનાં ગામોમાં રહેલા લોકોને અન્ય જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી હતી.
3. ઉકાઇ ડેમમાં પાણીની ભરપૂર આવક
મહારાષ્ટ્રમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થવા પામી હતી. મહારાષ્ટ્રનાં પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થવા પામી હતી. ડેમમાં જળસપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાં 82.26 હજાર ક્યુસેક પાણીની આવક સામે તેટલું પાણી છોડવામાં આવ્યું હતું.
4. ઉકાઇ ડેમની જળ સપાટી હાલ 334.91 ફુટ પર પહોચી
ડેમનાં 9 દરવાજા 4 ફુટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંતી મોટા પ્રમાણમાં પાણી છોડાતા નદી કાંઠાનાં ગામડાઓને એલર્ટ કરાયા હતા. ઉકાઈ ડેમની જળસપાટી હાલ 334.91 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 10 ફૂટ દૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.