ઈતિહાસકાર રોમિલા થાપર અને ઈરફાન હબીબ તથા અર્થશાસ્ત્રી કૌશિક બસુ સહિત 185થી વધારે બુદ્ધિજીવીઓએ વિપક્ષી પાર્ટીઓને ખુલ્લો પત્રલખ્યો છે. આ પત્રમાં વિપક્ષી દળોને અપીલ કરી છે કે તે પોતાના પ્રભાવનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહામારીની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારી રાખે.
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે લાખો ભારતીય પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ જેમ કે હોસ્પિટલ, બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, જરુરી દવાઓ, એમ્બ્યુલન્સ વગેરેનો ઉપયોગ કરવા માટે હાથ પગ મારી રહ્યા છે. પત્રમાં બીજી લહેર દરમિયાન રસ્તા પર લાશો અને નદીઓમાં લાશોના તરવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે ઘટનાઓની તસવીરોએ દુનિયાના મનને હચમચાવી નાંખ્યું છ.
નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકારની સાથે સહયોગ કરવા માટે મળીને કામ કરવાની ભલામણ બાદ પણ ભારત સરકારે ન તો સલાહોનું સ્વાગત કર્યુ ન તો વાસ્તવમાં એવું કાર્ય બળ તૈયાર કર્યુ, જેમાં તમામ પાર્ટીઓ, રાજ્ય સરકારો, વિશેષજ્ઞો અને સિવિલ સોસાઈટીના લોકો સાથે મળીને આ સંકટને પહોંચી વળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.