નડિયાદમાં પ્રોપર્ટીના ભાવ ઊંચકાશે, 500 કરોડ મંજૂર : અમદાવાદના પડોશમાં થશે જબરદસ્ત વિકાસ

  1. અમદાવાદની નજીક આવેલા નડિયાદને મોટી ભેટ મળવાની છે. નડિયાદમાં 500 કરોડના ખર્ચે આઈકોનિક રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે. આ રેલવે સ્ટેશન તૈયાર થતાં ત્યાં જમીન અને પ્રોપર્ટીના ભાવમાં તેજી આવવાની સંભાવના છે.
  2. અમદાવાદઃ અમદાવાદના પડોશી જિલ્લામાં રેલવેની કાયાપલટ થશે. આ રેલવે સ્ટેશન મુંબઈથી દિલ્હીને જોડતા રેલવે ટ્રેક પર આવેલું છે. કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર ,નડિયાદ મુકામે એક બેઠક મળી હતી. જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ રેલવે સ્ટેશન બન્યું તો નડિયાદમાં રેલવેની આસપાસની પ્રોપર્ટીના ભાવમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે.

    આ  બેઠકમાં  નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક ઇજનેર મોહમદજી દ્વારા પાવર પોઇન્ટ ડેમો – બ્લુ પ્રિન્ટ રજૂ થઈ હતી. જેમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં નડિયાદ મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું  છે. નડિયાદ ખેડા જિલ્લાનું  અતિ મહત્વનું નગર છે, ત્યારે અંદાજીત રૂ.૫૦૦ કરોડના ખર્ચે નડિયાદના રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ અને બાંધકામનો  પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે.

  3. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના જે રેલ્વે સ્ટેશનનોનું પુનઃનિર્માણ થવાનું છે. નડિયાદ સરદાર પટેલનું જન્મ સ્થાન  છે. નડિયાદનું સંતરામ મંદિર,જિલ્લામાં ભાથીજી મહારાજનું ફાગવેલ, સ્વામિનારાયણ ભગવાનનું તીર્થધામ વડતાલ જેવા ઐતિહાસિક, ધાર્મિક અને આઝાદીના સત્યાગ્રહ સાથે જોડાયેલી ઘટનાઓને અંકિત કરતી ડિઝાઇનને પણ રેલવે સ્ટેશનના બાંધકામમાં સ્થાન અપાશે.

     

    આ ઉપરાંત નડિયાદ રેલવે સ્ટેશનની બંને બાજુ વિભાજીત પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતો રૂ.૮૦ કરોડના ખર્ચે  રેલવે ઓવરબ્રિજ પણ બનશે. નડિયાદના નગરજનો અને મુસાફર  જનતાની સુવિધાને પ્રાથમિકતા અપાશે. નડિયાદનું રેલ્વે સ્ટેશન  શહેર અને ખેડા જિલ્લાની શોભા બની રહે તેવી સાંસ્કૃતિક વિરાસતની વિવિધ થીમ પણ  બાંધકામમાં આવરી લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.