કોરોના લોકડાઉનના કારણે નડિયાદ શહેરના રોજ કમાતા અને રોજ ખાતા લોકોને વિવિધ હાડમારીઓથી બચાવવા માટે સંતરામ મંદિર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આજથી અનાજ-કરિયાણાની કીટનું વિતરણ શરૂ કરાયું છે. શહેરના હજારો જરુરીયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની ૨૦ કિલોની કીટ પાલિકા સભ્યો અને સ્થાનિક કાર્યકરો ઘેર ઘેર પહોંચાડી છે. આજે મંદિરના સંતો,મહંતો, અગ્રણીઓ અને દાનવીરોએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો છે.
સેવાતીર્થ તરીકે જાણિતાશ્રી સંતરામ મંદિર યાત્રાધામ સંતરામ મંદિર દ્વારા શ્રમજીવી પરિવારોને સહાય માટે જે ટીફીન સેવા શરુ કરી હતી તેમાં દરરોજ સવાર સાંજ ૨૦,૦૦૦ જેટલા પરિવારોને ત્યાં મહારાજશ્રીની ટીફીન પ્રસાદ સેવા પહોંચતી હતી. પરંતુ લોકડાઉનને વધુ કડક કરવા માટે લોકો ઘરમાંથી બહાર નીકળીને સંતરામ મંદિર સુધી ટીફીન મેળવવા લાંબી લાઇનો લગાવે તેવી પરિસ્થિતિ ટાળવા માટે જિલ્લા કલેકટરે અનાજ-કરિયાણું આવા પરિવારોને ઘેર ઘેર પહોંચાડવાની અપીલ કરી હતી. જે અનુસંધાને ૨૦ કિલોની વિવિધ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની ૫,૦૦૦ જેટલી કીટનું વિતરણ આજથી નગરમાં વોર્ડવાઇઝ શરુ કરવામાં આવ્યુ છે
મંદિરના મહંત પ.પૂ.રામદાસજી મહારાજની આજ્ઞાાથી સંતરામ મંદિરના સેવકો, મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, પાલિકા સભ્યો અને અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી કીટ વિતરણ પૂર્વ પાસ સીસ્ટમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જે મુજબ આજે મહંતશ્રીની આજ્ઞાા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર, મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ,ગુરુચરણદાસજી મહારાજ, કૃષ્ણદાસજી મહારાજ, દાનવીર ઉદ્યોગપતિ ઇપ્કોવાળા દેવાંગભાઇ પટેલ,સી.જે.કંપનીના શેઠ કિરણભાઇ પટેલ સહિતના સદસ્યોના હસ્તે કીટનુ વિતરણ કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.