નફ્ફટ ચીનની અવળચંડાઇ- કહ્યુ, તાઈવાન પર સૈન્ય કાર્યવાહી કરી કબ્જો જમાવી લઈશું

કોરોના કાળમાં પણ ચીનની અવળચંડાઈઓ ચાલુ જ છે. ભારત સાથેની સરહદ પર ઘૂસણખોરી કરનાર ચીને હવે તાઈવાનને ધમકી આપીને કહ્યુ છે કે, તાઈવાન પર બળજબરીથી કબ્જો કરી લઈશું.

ચીની સેનાના એક વરિષ્ઠ અધિકારી જનરલ લી જુઓચેંગે કહ્યુ છે કે, તાઈવાન પર લશ્કરી કાર્યવાહી માટે ચીને તૈયાર રહેવુ પડશે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી જેનાથી તાઈવાનને સ્વતંત્ર થતુ રોકી શકાય.

ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે જ્યારે તાઈવાન પોતે સ્વતંત્ર દેશ હોવાનો દાવો કરે છે. જ્યાં જ્યાં કોઈ દેશ તાઈવાનને સમર્થન આપે છે તે દેશને ચીન હંમેશા ધમકાવતુ રહે છે.

આ અધિકારીએ વધુમાં કહ્યુ હતુ કે, જો શાંતિપૂર્ણ રીતે તાઈવાનને ચીનમાં ભેળવવાની શક્યતાઓ ખતમ થઈ જતી હોય તો સૈન્ય કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ છે અને તાઈવાનની જનતા પણ ચીનનો સાથ આપશે. ચીનમાં અલગાવવાદ  માટે કોઈ જગ્યા નથી.

ચીન અને તાઈવાન વચ્ચેનો ગજગ્રાહ 1949થી ચાલ્યો આવે છે.જ્યારે માઓત્સે તુંગના નેતૃત્વમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ તે સમયના ચીનના શાસક ચિયાંગ કાઈ શેકની સરકારને ઉથલાવી દીધી હતી અને એ પછી કાઈ શેકે તાઈવાન ટાપુ પર નવી સરકાર બનાવી હતી. તે સમયે કોમ્યુનિસ્ટ પાર્ટી પાસે એટલી મજબૂત નૌ સેના નહોતી. એટલે માઓએ ટાપુ પર અધિકાર જમાવવાનુ જોખમ લીધુ નહોતુ.

જોકે ત્યારથી તાઈવાન પોતાને અલગ દેશ ગણાવે છે પણ ચીને તેને પોતાનો જ હિસ્સો માને છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.