કંપનીએ સસ્તા ભાવે વેક્સિન આપી, તેના બદલે નફો કમાવવો જોઇતો હતોઃ પૂનાવાલા

એસ્ટ્રાજેનેકાએ કોરોના વેક્સિનની સપ્લાઇમાં મોડું થવાને લઇને સીમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાને કાયદેસરની નોટિસ મોકલી છે.

સીરમના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, ભારત સરકારે કોવિશીલ્ડની બીજા દેશોને મોટી સપ્લાઇટ પર રોક લગાવી દીધી છે અને ભારતના પહેલા દાવાની વાત બીજા દેશોને સમજાવવી આકરી છે.

પૂનાવાલા પહેલા જ કહી ચૂક્યા છે કે કોવિશીલ્ડના ઉત્પાદનની હાલની ક્ષમતા પર પહેલા જ ઘણુ દબાણ બનેલું છે. પૂનાવાલાએ કહ્યું કે, દુનિયાભરની જરૂરિયાત છે અને અમે ભારતની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી રહ્યા છે, પરંતુ અમે હજુ પણ સપ્લાઇનું સંકટ સહન કરી રહ્યા છીએ. કેન્દ્રએ ગત અઠવાડિયે કહ્યું હતું કે, વેક્સિનના નિકાસ પર સમગ્ર પ્રતિબંધ નથી

પૂનાવાલાએ આ પહેલા કહ્યું હતું કે, SII ઘણા સસ્તા ભાવે શરૂઆતના 10 કરોડ ડોઝની સપ્લાઇ માટે સહમત થઇ છે, પરંતુ હવે તેમણે કહ્યું કે, કંપનીને હવે આના કરતા વધુ નફો કમાવવો જોઇતો હતો જેથી આ રૂપિયાથી ઉત્પાદન અને સુવિધાઓ માટે ફરીથી રોકાણ કરી શકાય અને વેક્સિનનું વધુ ઉત્પાદન કરી શકાય.

પૂનાવાલાએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, અમે ભારતીય બજારમાં વેક્સિન અંદાજિત 150-160 રૂપિયાના ભાવે સપ્લાઈ કરી રહ્યા છીએ જ્યારે વેક્સિનની કિંમત 20 ડૉલર(1500) છે. નરેન્દ્ર મોદી સરકારની અપીલ પર અમે સસ્તા ભાવ પર વેક્સિન આપી રહ્યા છીએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.