થાણા જિલ્લામાંના સર્વે નગર પરિષદ નગર પચાયત અન ેગ્રામીણ ક્ષેત્રોમાંના કન્ટેન્મેન્ટ ઝોન અસ્તિત્વવાળા સ્થળોએ તા.૧ જુલાઈએ લાગુ કરેલા પ્રતિબંધોને તા.૩૧ જુલાઈની રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધીની મુદતમાં વધારો જાહેર કરાયો હોવાની માહિતી જિલ્લા કલેકટર રાજેશ નાર્વેકરે આપી.થાણા જિલ્લાના આ ક્ષેત્રોમાં લોકડાઉન ૩૧ જુલાઈ સુધી રહેવાનું છ. કન્ટેનમેન્ટ ઝોનમાં કોવિડ-૧૯ રોગનો ફેલાવો અને દરદીઓની સંખ્યા વધતી હોવાથી પહેલાંના પ્રતિબંધ ક્ષેત્રો પુરતો લાગુ કરાયો છે.
શાહપુર, મુરબાડ નગર પંચાયત અને ગ્રામિણ ભાગોમાં સંબંધીત ઉપ-વિભાગીય અધિકારી તેમ જ અંબરનાથ અને કુળગામ બદલાપુર નગર પરિષદ ક્ષેત્રમાં મુખ્યાધિકારીએ કોરોના ગ્રસ્ત વ્યક્તિ સંખ્યાને ધ્યાનમાં લઈ કન્ટનમેન્ટ ઝોન જાહેર કરેલા છે. તે ક્ષેત્રોમાં હવે પ્રતિબંધ આદેશ લાગુ રહેશે.
જે ક્ષેત્રોમાં નવેસર કન્ટેનમેન્ટ ઝોન તૈયાર થયા છે તે ક્ષેત્રોમાં પણ આ આદેશ ૩૧ જુલાઈ સુધી રહેશે.
કન્ટેનમેન્ટ ઝોન સિવાયના ક્ષેત્ર માટે રાજ્ય સરકારે મિશન બિગેન અગેન આદેશ પ્રમાણે સવલતો લાગુ રહેશે તે પ્રમાણે મોલ્સ અને તેવી માર્કેટો, કોમ્પ્લેક્સ છોડતાં સર્વ પ્રકારની દુકાનો આર-૧, આર-૨ પ્રમાણે સમ-વિષમ તારીખ પ્રમાણે સવારે ૯થી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી શરૂ રહેશે સંબંધીત નગરપરિષદ, નગર પંચાયત અને ગ્રામ પંચાયતો તેનો અમલ કરશે.
મહાનગરપાલિકા ક્ષેત્રમાં સંબંધીત મહાપાલિકા કમિશનરોએ જાહેર કરેલ લોકડાઉન આદેશ લાગુ રહેશે.
આ આદેશના અમલ કરવાનો કોઈ વ્યક્તિ વિરોધ કરશે તો સંબંધીત વ્યક્તિના વિરોધમાં આપતી વ્યવસ્થાપન અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા પ્રમાણે કાયદેસર કારવાઈ કરવામાં આવશે તેવું જિલ્લા કલેકટર નાર્વેકરે સ્પષ્ટ ર્ક્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.