ચાંદખેડામાં રહેતા વૃદ્ધ તેમની પત્ની સાથે દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે એક કારમાં આવેલા નાગા સાધુએ મંદિર અને અડાલજ જવાનો રસ્તો પુછી આભાર માનીને વૃદ્ધ સાથે હાથ મિલાવાના બહાને વૃદ્ધના હાથમાંથી સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.અને આ અંગે વૃદ્ધે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
ચાંદખેડામાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા ભીખાભાઈ પરમાર બે દિવસ પહેલા સાંજના સમયે પત્ની હંસાને શર્દી થઈ હોવાથી ચાલતા ચાલતા કડી નાગરીક પાસે આવેલા દવાખાને દવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા.અને આ દરમિયાન એક કાર અચાનક તેમની પાસે આવી અને ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા નાગા સાધુએ ભીખાભાઈ અને તેમની પત્ની હંસાબહેનને ઉભા રાખીને હનુમાન મંદિર ક્યાં છે અને અડાલજ જવાનો રસ્તો ક્યાંથી જાય છે તેમ પુછપરછ કરી હતી.
બાદમાં આ નાગા સાધુએ ભીખાભાઈને હાથ મિલાવ્યો હતો અને બાદમાં ગાડી લઈને જતો રહ્યો હતો. જો કે, થોડા સમય પછી ભીખાભાઈને જાણવા મળ્યુ હતુ કે, તેમના હાથમાં રહેલી સોનાની વીંટી ન હતી. જેથી આ નાગા સાધુએ સરનામુ પુછવાના બહાને હાથ મીલાવી આભાર માનીને સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.અને આ અંગે ભીખાભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાગાસાધુના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.