અનેક જિલ્લામાં પ્રતિબંધ અને નાઈટ કર્ફ્યૂની, જાહેરાત છતાં અહીં કેસ વધ્યા

મહારાષ્ટ્રમાં આજે 23 હજારથી વધારે કેસ નોંધાયા છે. અનેક જિલ્લામાં પ્રતિબંધ અને નાઈટ કર્ફ્યૂની જાહેરાત છતાં મહારાષ્ટ્રમાં મામલા રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની બીજી લહેર આવી છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો.

ટીમથી મળતી જાણકારીના આધાર પર સચિવે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. કેન્દ્રએ રાજ્યમાં સાવધાનિઓની બેદરકારી અને નબળી વ્યવસ્થાને ટાંકી હતી.

મહારાષ્ટ્ર ઉપરાંત તે રાજ્યોમાં તેજીની સાથે નવા મામલા વધી રહ્યા છે જ્યાં અત્યાર સુધી મામલા ઓછા હતા. આ ક્રમમાં પંજાબમાં ગત 24 કલાકમાં 2, 309 મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 1274 લોકો રિકવર થયા અને 35 લોકોનું મોત નિપજ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહ રાજ્ય ગુજરાતથી આજે 1122 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. 775 લોકો સાજા થયા છે અને 3 લોકોના મોત થયા છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ 2 કલાક માટે વધારી દેવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.