વિદેશથી પાછા ફરેલા લોકોમાથી ઘણાએ સરકારની લાખ અપીલો છતા પણ પોતાના પાછા ફરવાની જાણકારી છુપાવી હતી. દુબઈથી પાછા ફરેલા 68 વર્ષીય અબ્દુલ લતીફની આ પ્રકારની હરકતના કારણે નાગપુર શહેરના લોકો પર કોરોનાનો ઓછાયો મંડરાવા માંડ્યો છે..અબ્દુલ લતીફના કારણે 44 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે.જેમાં તેમના જ પરિવારના 26 સભ્યોનો સમાવેશ થાય છે.
દુબઈથી પાછા ફરેલા અબ્દુલ લતીફનુ કોરોનાના કારણે 5 એપ્રિલે મોત થયુ હતુ.આ પહેલા તેઓ 3 એપ્રિલે તબિયત બગડી હોવાથી હોસ્પિટલ પહોંચ્યા હતા.તેઓ ટીબીના પેશન્ટ હતા પણ જ્યારે તેમનો ટેસ્ટ કરાયો તો તેઓ કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.એ પછી તપાસમાં ખુલાસો થયો હતો કે, અબ્દુલ લતિફ દુબઈથી પાછા ફર્યા હતા પણ આ બાબતની જાણકારી તેમણે આપી નહોતી.
આ વ્યક્તિ એવા 19 લોકોના સંપર્કમાં હતા જેમની નાગપુરમાં દુકાનો છે.હવે પોલીસ અને કોર્પોરેશન તેમના સંપર્કમાં જે જે લોકો આવ્યા છે તેમને શોધવાના કામમાં લાગી ગયુ છે. અત્યાર સુધીમાં આવા 200 લોકો સુધી તંત્ર પહોંચી શક્યુ છે.તેમના પરિવારના 89ના સેમ્પલ લેવાયા છે.આ પૈકીના 44 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.બીજા 36 લોકોનો રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે.
તેમના પરિવારની બહારના 110 લોકોના સેમ્પલ લેવાયા છે.જેમાંથી બે પોઝિટિવ મળ્યા છે.બાકીના 108નો રિપોર્ટ હજી આવવવાનો બાકી છે.આમ બીજા 144 લોકો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.