નાગરિક સંશોધન બિલનો શિવસેનાએ કર્યો વિરોધ, મોદી સરકાર પર લગાવ્યો આ ગંભીર આરોપ

શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. શિવસેનાનું કહેવું છે કે, આ બિલ મારફતે બીજેપી હિંદ-મુસલમાન વચ્ચે અદ્રશ્ય ભાગલાની કોશિશ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવાના છે. રાજનીતિક રીતે સંવેશનશીલ આ બિલને લઈ વિપક્ષ તરફથી ભારે વિરોધ થઈ રહ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વવાળી પાર્ટીએ સામનામાં એમ પણ લખ્યું છે કે, બિલની આડમાં વોટ બેંકની રાજનીતિ કરવી દેશનાં હિતમાં નથી. પાર્ટીના મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં શિવસેનાએ બિલનાં સમય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ભારતમાં હજુ કેટલીય સમસ્યો છે પણ તેમ છતાં પણ આપણે કૈબ જેવી નવી પરેશાનીઓને આમંત્રણ આપી રહ્યા છીએ.

કેન્દ્રીય મંત્રીમંડળ ગત બુધવારે આ બિલને મંજૂરી આપી હતી. મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોનાં સવાલોનાં જવાબ આપતાં સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલમાં ભારતનાં હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે જ્યારે બિલનાં પ્રાવધાનોની ઘોષણા થશે તો આસામ સહિત પૂર્વોત્તર અને સંપુર્ણ ભારતમાં તેનું સ્વાગત કરાશે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉત્પીડનને કારણે ત્યાંથી ભાગીને આવેલાં હિન્દુ, ઈસાઈ, શીખ, પારસી, જૈન અને બોદ્ધ ધર્મનાં લોકોને નાગરિકતા સંશોધન બિલ 2019 હેઠળ ભારતની નાગરિકતા આપવામાં આવશે. આ બિલનો વિપક્ષે પહેલેથી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આ બિલને અસંવૈધાનિક ગણાવ્યું છે. બિલમાં મુસ્લિમોને છોડી દેવા મામલે અલ્પસંખ્યક સમુદાયે પણ તેનો વિરોધ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.