નાગરિકતા સંશોધન કાયદાને લઇ ભલે પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરતા તેને મુસ્લિમોના ઉત્પીડન ગણાવ્યા હતા પરંતુ તેના સદાબહાર મિત્ર ચીને તેના પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. કોલકત્તામાં ચીનના કોન્સુલ જનરલ ઝા લિયોઉ એ કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે આ ભારત સાથે જોડાયેલો મુદ્દો છે અને તેને જ ઉકેલવાનો છે. એક કાર્યક્રમની અંતર્ગત મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા ચીની રાજદૂતે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. તેને લઇને કંઇ પણ કહેવું નથી. આ તમારો દેશ છે અને તમારે જ તમારો મુદ્દો જાતે ઉકેલવાનો છે.
તેમણે કહ્યું કે ભારત અને ચીનના સંબંધ શાનદાર છે. ગયા સપ્તાહે સંસદમાંથી પસાર થયેલા કાયદાના વિરોધમાં પૂર્વોત્તર અને દિલ્હી સહિત દેશના કેટલાંય ભાગમાં વિરોધ પ્રદર્શન થયું છે. કોંગ્રેસ સહિત કેટલાંય વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને આ એકટને પાછો લેવાનો આગ્રહ કર્યો હતો. આપને જણાવી દઇએ કે આ એકટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર ઉત્પીડનનો શિકાર થનાર હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે. ગયા સપ્તાહે સંયુકત રાષ્ટ્ર સંઘની માનવાધિકાર સંસ્થાએ નાગરિકતા સંશોધન કાયદાનું એ કહેતા નિંદા કરી હતી કે આ ભેદ પેદા કરનાર છે.
પાકિસ્તાને કહ્યું- ઘટી નથી હિન્દુઓની વસતી
આ બધાની વચ્ચે પાકિસ્તાને ભારત સરકારના એ આરોપોને નકાર્યા છે જેમાં કહ્યું હતું કે પાકિસ્તાન હિન્દુઓ સહિત તમામ અલ્પસંખ્યક સમુદાયોની વસતીમાં ઘટાડો આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન રજૂ કરી કહ્યું કે ભારતનો એ દાવો ખોટો છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની વસતી 1947મા 23 ટકા હતી અને હવે એ ઘટીને 3.7 ટકાની નજીક આવી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.