નાગરિકતા કાયદાનો હિંસક વિરોધ, PM મોદીએ ધડાધડ ટ્વિટ કરીને આપ્યો ખાસ સંદેશ

નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ દેશનાં અનેક ભાગોમાં થઇ રહેલા હિંસક પ્રદર્શન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ, દેશમાં શાંતિની અપીલ કરી છે અને હિંસક પ્રદર્શન ના કરવાનું કહ્યું છે. પીએમ મોદીએ લખ્યું કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ જે હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે તે નિંદનીય છે. પ્રધાનમંત્રીએ લખ્યું, ‘ડિબેટ, ચર્ચા અને અસંતોષ લોકતંત્રનો ભાગ છે, પરંતુ સાર્વજનિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું અને સામાન્ય જીવનને પ્રભાવિત કરવું લોકશાહીનો ભાગ નથી.”

પીએમે લખ્યું કે, “નાગરિકતા સંશોધન એક્ટ, 2019 સંસદનાં બંને ગૃહો દ્વારા પાસ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં રાજકીય દળો અને સાંસદોએ બિલનું સમર્થન કર્યું છે. આ એક્ટ ભારતની જૂની સંસ્કૃતિ જે કે ભાઈચારો શીખવે છે અને તેનો સંદેશ આપે છે.” પીએમ મોદીએ ભાગલા પડાવનારાઓથી સાવધાન રહેવાની અપીલ કરતા કહ્યું છે કે, આ કાયદો આપણા ભાઈચારાને દર્શાવનારો છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘બહસ, ચર્ચા અને અસહમતિ લોકશાહીનો મહત્વનો ભાગ છે, પરંતુ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવું અને સામાન્ય જનજીવનને નુકસાન પહોંચાડવું આપણો સ્વભાવ નથી.’

પીએમ મોદીએ કહ્યું કે, ‘નાગરિકતા સંશોધન એક્ટ 2019ને સંસદનાં બંને ગૃહોએ મોટી બહુમતીથી પાસ કર્યો છે. મોટી સંખ્યામાં રાજકીય દળો અને સાંસદોએ આનું સમર્થન કર્યું છે. આ કાયદો આપણી સદીઓ જૂની શાંતિ, ભાઈચારા અને કરૂણાને દર્શાવનારો છે.’ પીએમ મોદીએ કહ્યું કે, ‘અમે તમામ દેશવાસીઓને એ કહેવા ઇચ્છીએ છીએ કે નાગરિકતા કાયદાથી કોઈ ભારતીય નાગરિકને કોઈ નુકસાન નહીં થાય. કોઈ ભારતીયોએ આ એક્ટથી ગભરાવાની જરૂરિયાત નથી. આ એક્ટ એ લોકો માટે છે બહાર બીજી જગ્યાએ ત્રાસ સહન કરી રહ્યા હતા અને તેમની પાસે ભારત આવવાનો કોઈ રસ્તો નહોતો.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.