નાગરિકતા કાયદાને લઇ ભારતે ઇમરાન ખાનને રોકડું પરખાવી દીધું, કહી દીધું – તમે તમારુ જુઓ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ભારતના નાગરિકતા કાયદા પર કરાયેલી ટિપ્પણીને ભારતે ધડમૂળથી નકારી દીધી છે. ઇમરાન ખાને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઉઠાવામાં આવેલા પગલાંના લીધે દક્ષિણ એશિયામાં એક મોટી શરણાર્થી સમસ્યા ઉભી થઇ છે. ભારતે ઇમરાન ખાનની ટિપ્પણીના જવાબમાં કહ્યું કે તેમની વિચિત્ર ટિપ્પણી ભારતના પ્રત્યે તેમની ધૃણા અને પૂર્વગ્રહની પરિચાયક છે. ભારતે એમ પણ કહ્યું કે ઇમરાન ખાન પોતાના દેશ માટે કામ કરે.

સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજીવ કે. ચંદરે ઇમરાન ખાનની આ ટિપ્પણીને ધડમૂળથી નકારતા કહ્યું કે અમે ઇમરાન ખાનની આ વિચિત્ર અને નિરાધાર ટિપ્પણીને સંપૂર્ણપણે નકારી દઇએ છીએ. પાકિસ્તાન સ્વઘોષિત રીતે માનવાધિકારનું હિમાયતી બને છે જ્યારે ત્યાંના લઘુમતીઓની સંખ્યા જો કે 1947મા 23 ટકા હતી હવે ત્રણ ટકા પર આવી ગઇ છે. પાકિસ્તાનમાં કઠોર ઇશનિંદા કાયદો, એક પ્રક્રિયાની અંતર્ગત ઉત્પીડન અને જબરદસ્તી ધર્માંતરણ તેનું મુખ્ય કારણ છે.

ઇમરાન ખાન પોતાનો દેશ સંભાળે, એ જ શ્રેષ્ઠ હશે

રાજીવ ચંદરે આગળ કહ્યું કે ભારતના લોકોને એ જરૂર નથી કે તેમના માટે બીજું કોઇ બોલે. કમ સે કમ એ લોકો તો ના જ બોલે જેમણે નફરતના આધાર પર આતંકવાદની ઇન્ડસ્ટ્રી બનાવી રાખી છે. પાકિસ્તાન અને તેમના વડાપ્રધાન ઇમરાન ખાન માટે એ સારું હશે કે તેઓ પોતાના દેશ અને પોતાના લોકોના કલ્યાણ માટે કામ કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.