ભારતમાં નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. પણ ભારતમાં આ બિલ પાસ થતાં ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પોતાનો ભારત પ્રવાસ રદ કર્યા બાદનાં થોડા જ કલાકોમાં બાંગ્લાદેશનાં ગૃહમંત્રી અસદુઝ્ઝમાં ખાને પોતાનો પહેલેથી નિર્ધારિત ભારત પ્રવાસ રદ કરી દીધો છે. બાંગ્લાદેશની ગૃહમંત્રી શુક્રવારે મેઘાલયની યાત્રા પર આવવાના હતા.
બાંગ્લાદેશના ગૃહમંત્રી મેઘાલયમાં ફ્રીડમ ફાઈટર્સ વેલફેર ટ્રસ્ટના એક કાર્યક્રમમાં સામેલ થવાના હતા. ઉપલબ્ધ જાણકારી પ્રમાણે આ કાર્યક્રમ બાંગ્લાદેશની આઝાદી માટે આયોજિત કરાયો હતો. ભારત પ્રવાસ રદ કરવા માટે સત્તાવાર કારણ જણાવવામાં આવ્યું છે કે, અચાનક આવેલાં ઘરેલું કારણોને કારણે આ યાત્રા રદ કરવામાં આવી છે.
આ પહેલાં નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પારિત થયા બાદ ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને જોતાં બાંગ્લાદેશનાં વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને ગુરુવારે શરૂ થનાર પોતાનો ત્રિદિવસીય પ્રવાદ રદ કર્યો હતો. સુત્રોએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સૂચના પ્રમાણે અબ્દુલ મોમેનને ગુરુવારે સાંજે 5.20 વાગ્યે અહીં પહોંચવાનું હતું.
સુત્રોએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન બિલ પાસ થતાં તેઓએ પોતાની આ યાત્રા રદ કરી દીધી છે. નાગરિકતા સંશોધન બિલ બુધવારે રાજ્યસભામાં તો ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દેતાં હવે તે કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલાં ગેર મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. જેના વિરોધમાં આસામ અને પૂર્વોત્તરનાં અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.