નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પેજનો પ્રારંભિક જવાબ દાખલ કર્યો છે. કેન્દ્રએ કહ્યું કે, સીએએથી કોઈપણ નાગરિકના હાલના અધિકારો પર પ્રતિબંધ નથી. આ કાયદો, લોકતાંત્રિક કે ધર્મનિરપેક્ષ અધિકારોને પ્રભાવિત કરશે નહીં.
કેન્દ્ર સરકારે આ જવાબ વિવાદાસ્પદ કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અપીલોને ધ્યાનમાં રાખીને આપ્યો છે. કેન્દ્રએ તે પણ કહ્યું કે, આ કાયદાથી બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન થવાનો સવાલ ઊભો થતો નથી.
મહત્વનું છે કે સીએએ વિરુદ્ધ અત્યાર સુધી ઘણી અરજી દાખલ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે પણ સીએએ વિરુદ્ધ સોમવારે અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે આ કાયદામાં ધર્મને આધાર બનાવવામાં આવ્યો છે. રાજસ્થાન સરકારે સીએએ કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી અને અરજીમાં કહ્યું હતું કે સીએએ કાયદો મૌલિક અધિકારોનો ભંગ કરે છે. સીએએ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે અને તેનો ભંગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.