નાગરિકતા સંશોધન બિલ: સંસદમાં ઉગ્ર ચર્ચા વચ્ચે ડોભાલે અહીં સંભાળી લીધો આખેઆખો મોરચો

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવા માટે સરકાર વિપક્ષના દરેક તર્ક અને પ્રશ્નોના જવાબ આપતા ગૃહમાં પોતાનું ગણિત મજબૂત કરી રહ્યું હતું. બીજીબાજુ કેન્દ્ર સરકારમાં બેઠેલા અધિકારી PMOના નેતૃત્વમાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ની સાથો સાથ NSA અજીત ડોભાલ પણ સંપૂર્ણ રીતે સક્રિય દેખાયા અને તેમણે કેટલીય બેઠકો પણ કરી.

આ બિલને રજૂ કરવા દરમ્યાન ખાસ કરીને અસમ અને ત્રિપુરાથી જે રીતે હિંસક આંદોલનના સમાચાર આવ્યા ત્યારબાદ દિલ્હીમાં સંપૂર્ણપણે સતર્કતા દાખવાઇ. NSA અજીત ડોભાલે દિવસમાં બે વખત મીટિંગ કરી. PMO પળેપળની માહિતી મેળવી રહ્યું હતું. તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રખાઇ હતી. જો કે સરકારની તરફથી સ્પષ્ટ નિર્દેશ અપાયો હતો કે આંદોલનની સાથે ખૂબ જ નરમાઇથી રજૂ થવામાં આવે.

અસમ સરકારને પણ દરેક કલાકે રાજ્યના અલગ-અલગ હિસ્સામાંથી મળતા ફીડબેક અંગે અપડેટ કરવાનું કહ્યું. સૌથી મોટી સાવધાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સંદેશોને લઇ વર્તવાનું હતું. સરકારે તેના માટે અસ્થાયી સેલની રચના કરી જ્યાંથી તેમની તેની સાથે જોડાયેલા તમામ ખોટા સંદેશોને રિયલ ટાઇમ કાઉન્ટર કરવાનું કહ્યું. એક અધિકારીએ માન્યું કે ધારણા કરતાં વધુ ઉગ્ર પ્રતિક્રિયા અસમથી આવી છે. પરંતુ સરકાર આશા વ્યકત કરી રહી છે કે આવતા એક-બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઇ જશે.

ચાલશે જાગૃતતા અભિયાન

સૂત્રોના મતે બિલ પાસ થયા બાદ સરકાર આખા દેશમાં તેના માટે મોટાપાયે જાગૃતતા અભિયાન ચલાવશે. તેના માટે યોજના પહેલેથી જ બનાવી દીધી છે. ખાસ કરીને નોર્થ-ઇસ્ટ રાજ્યમાં હોમ મિનિસ્ટ્રી અને અન્ય સંબંધિત મંત્રાલયોની તરફથી આ બિલ અંગે સમજાવા માટે ખાસ અભિયાન થશે. તેને સરકાર ઝડપથી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.