મોદી સરકાર-2માં ચૂંટણી ઘોષણા પત્રમાં કરાયેલા ત્રણ મોટા વચન સાત મહિનાની અંદર જ પૂરી થઇ ગયા છે. દિલચસ્પ છે કે આ ત્રણેય વચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્ષોથી પેન્ડિંગ માંગણીઓમાંથી એક છે. ભાજપે 2019ના ચૂંટણી ઘોષણાપત્રમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાની, નાગરિકતા સંશોધન કાયદો લાવવાની અને એક વખતમાં ટ્રિપલ તલાકની વિરૂદ્ધ કાયદો બનાવાનું વચન આપ્યું હતું. કહેવાય છે કે સરકાર હવે આવનારા સમયમાં સમાન નાગરિક સંહિતા અને વસતી નિયંત્રણ સાથે જોડાયેલ કાયદા પર પણ કામ શરૂ કરી શકે છે.
બુધવારના રોજ જ્યારે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના નાગરિકતા સંશોધન બિલ ચર્ચા અને પાસ કરવા માટે રજૂ કરાયું તો તેમણે પણ ભાજપના ઘોષણાપત્રનો ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે જે લોકો અમારા પર વોટ બેન્કની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે તેમને હું કહેવા માંગીશ કે ચૂંટણી ઢંઢેરો સરકારની નીતિઓનું ઉદઘોષણા હોય છે અને પ્રજા તેના પર વિશ્વાસ કરીને સરકારને પસંદ કરે છે.
ચૂંટણી પહેલાં જ મૂકયો હતો પ્રસ્તાવ: અમિત શાહ
તેમણે કહ્યું કે અમે ચૂંટણી પહેલાં જ આ ઇરાદો (નાગરિકતા સંશોધન કાયદો લાવવાનું) પ્રજા સામે મૂકયો હતો જેને પ્રજાનું સમર્થન મળ્યું. ગૃહમંત્રીએ કહ્યું કે જનાદેશથી મોટું કંઇ હોઇ જ શકતું નથી. તેના જવાબમાં કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યું કે કોઇપણ પક્ષનું ઘોષણાપત્ર સંવિધા સાથે ટકરાવી શકાય નહીં, ના તેની ઉપર જઇ શકે છે. આપણે બધાએ સંવિધાનના શપથ લીધા અને સંવિધાન સર્વોપરિ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.