નાગરિકતા બિલ પર મોદી સરકારને મોટી રાહત! શિવસેના કોંગ્રેસને આપી શકે છે જોરદાર ઝાટકો

નાગરિકતા સંશોધન બિલ પર નરેન્દ્ર મોદી સરકાર માટે કટ્ટર વિરોધી શિવસેના રાહતરૂપ બને તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિલ પર મતદાન દરમિયાન શિવસેના રાજ્યસભામાં વોક આઉટ કરી શકે છે. રાજ્યસભામાં પોતાનો પક્ષ રજુ કરતા શિવસેના સાંસદે પણ કંઈક આવા જ સંકેત આપ્યા છે.

સરકાર પર આક્રમક વલણ અપનાવતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, અમને રાષ્ટ્રવાદ મામલે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું હત્તું કે, જે સ્કૂલમાં તમે ભણ્યા છો તેના અમે હેડમાસ્તર રહી ચુક્યા છીએ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યસભામાં મતદાન દરમિયાન શિવસેના પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોંધાવી શકે છે અને સદનમાંથી વોટ આઉટ કરી શકે છે. બીજી શક્યતા એ પણ છે કે મતદાન દરમિયાન સદનમાં હાજર રહ્યા બાદ પણ શિવસેના મતદાન પ્રક્રિયામાંથી પોતાની જાતને અળગી રાખી શકે છે. શિવસેના પહેલાથી જ કહી ચુકી છે કે, સરકાર જો નાગરિકતા બિલ પર તેમની શંકાઓને દૂર નહીં કરે તો તે આ બિલનો વિરોધ કરશે. પરંતુ હવે એવુ લાગી રહ્યું છે કે, શિવસેના મતદાન દરમિયાન વોકઆઉટ કરી શકે છે અથવા મતદાન પ્રક્રિયામાં ભગા લેવાનો જ ઈનકાર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.