મંદિરના વહિવટ સાથે સંકળાયેલા લોકો તેમજ પૂજારીઓની બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવાયો હતો. બેઠકમાં કપાટ ખોલવાનો સમય બદલવાની વાતનો પૂજારીઓએ ભારે વિરોધ કર્યો હતો.
પૂજારીઓનુ કહેવુ હતુ કે, પહેલા પણ તીર્થ પુરોહિત કપાટ ખોલવાની મુખ્ય પૂજા કરતા આવ્યા છે. ઉપરાંત કપાટ ખોલવાની તિથી બદલવુ શુભ નથી. જો કેદારનાથ ધામના કપાટ ખોલવાની તિથિમાં બદલાવ થશે તો દ્વિતિય કેદાર ભગવાન મદ્મહેશ્વર અને તૃતિય કેદાર ભગવાન તુંગનાથ ધામના કપાટ ખોલવાની તિથિમાં પણ બદલાવ કરવો પડશે. આ બંને મંદિરોની તારીખ અગાઉથી ક્રમશઃ 11 મે અને 20 મે નક્કી કરાઈ છે. ઉપરાંત કેદારનાથના ક્ષેત્રપાલ ભગવાન ભૈરવનાથની વિશેષ બૂજા માટે પણ નવી તિથિ નક્કી કરવી પડી શકે છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામના કપાટ 29 એપ્રિલે જ ખોલવાનુ નક્કી કરાયુ હતુ. કેદારનાથ બાબાની ડોલી પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે 26 એપ્રિલે ઓમકારેશ્વર મંદિર ધામથી પ્રસ્થાન કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.