નહીં ચાલે આનાકાની, કોરોનાથી મોત થાય તો વીમા કંપનીઓએ વળતર ચુકવવુ જ પડશે

જીવન વીમા પરિષદે વીમા કંપનીઓે ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોનાના કારણે મોત થવાના મામલામાં ખાનગી અને સરકારી વીમા કંપનીઓએ વળતર આપવુ જ પડશે.

પરિષદે કહ્યુ હતુ કે, કોરોનાના મામલામાં ફોર્સ મેજરની જોગવાઈ લાગુ નહી થાય. ફોર્સ મેજરનો મતલબ થાય છે કે, કેટલાક એવા અસાધારણ સંજોગો જેમાં વીમા કંપનીઓ માટે પોલિસીની રકમ આપવી જરુરી નથી હોતી.

કેટલાક ગ્રાહકોએ આ મામલામાં વીમા કંપનીઓ પાસેથી સફાઈ માંગી હતી.દરમિયાન વીમા કંપનીઓ કોરોનાના મોતના કેસમાં વળતર નહી ચુકવે તેવી અફવા પણ ઉડી હતી.જેના સંદર્ભમાં હવે જીવન વીમા પરિષદે આ સ્પષ્ટતા કરી છે.

સાથે સાથે પરિષદે કહ્યુ છે કે, લોકડાઉનના કારણે પોલીસ હોલ્ડર્સને તકલીફ ના પડે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. દરેક વીમા કંપની પોતાના ગ્રાહકોની સાથે છે. લોકોએ અફવાથી દોરવવાની જરુર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.