9 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે નકકી કરવામા આવ્યુ છે બેગનુ વજન , હર એક સ્કુલમાં રાખવામાં આવસે ડિજિટલ મશીન, માટે જાણો..

ભાર વગરનું ભણતર આ વાક્યને સારા કરવા માટે હવે સરકાર દ્વારા નવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જેમાં નવી શિક્ષણ નીતિના ભાગરૂપે હવે શાળામાં બાળકો જે સ્કૂલ બેગ લઈ જાય છે તેનું વજન પણ નક્કી કરાશે. જેથી ખરાખર અર્થમાં ભાર વગરનું ભણતર વાક્ય સાકાર થઈ શકે. આ માટે અલગ અલગ ધોરણો માટે વજનના જુદા જુદા ક્રાઈટએરિયા નક્કી કરાયા છે. ખાસ વાત તો એ છે કે આ વજનને માપવા માટે રિતસરનો વજન કાંટો કે ડિજીટલ મશીન મુકવામાં આવશે.

  • ધો. 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન નક્કી કરાયું
  • પ્રી પ્રાઈમરીના બાળકોએ સ્કૂલ બેગ લાવવાનું રહેશે નહીં
  • ધો.6થી 12ના વિદ્યાર્થીઓને વેકેશનમાં વ્યવસાયિક કામ કરવાની છૂટ અપાશે
  • દરેક સ્કૂલમાં બેગનું વજન માપવા માટે ડિજિટલ મશીન રાખવાનું રહેશે
  • ધો.10ના વિદ્યાર્થીની બેગનું વજન તેના શરીરના વજનના 10 ટકા કરતાં વધારે હોવું જોઈએ નહીં
  • પ્રાઈમરીમાં કોઈ બેગ નહીં
  • ધો 1 અને 2માં વજન 1.6 થી 2.2 કિલો
  • ધો. 3 થી 5માં સ્કૂલ બેગનુ વજન 1.7 થી 2.5 કિલો
  • ધો.6 થી 7માં વજન 2 થી 3 કિલો
  • ધો.8 થી 10માં વજન 2.5 થી 4.5 કિલો
  • 11 અને 12 ધોરણમાં વજન 3.5 થી 5 કિલો

સ્કૂલબેગનુ વજન માપવા માટે એક ડિજિટલ મશીન રાખવામાં આવશે. આ મશીન દરેક સ્કૂલમાં રાખવુ પડશે. સ્કૂલ બેગ ખભા પર સારી રીતે લટકાવી શકાય તેવી હોવી જરુરી હશે. બાળકોની સ્કૂલ બેગનુ વજન આ રીતે નક્કી કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.