ઔરંગાબાદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ મામલાની કુલ સંખ્યા57755 છે. જેમાં 5569 એક્ટિવ કેસ છે. એક અધિકારીઓ જણાવ્યું કે કર્ફ્યુ શનિવારે મધ્ય રાતથી શરુ થઈ સોમવાર સવારે 6 વાગ્યા સુધી ખતમ થશે
અધિકારીઓએ જણાવ્યું કે સરકારી કાર્યાલયો, મેડિકલ સ્ટોર, હોસ્પિટલો અને ઈમરજન્સી સેવાઓમાં લાગેલા વાહનોને કર્ફ્યૂમાં છુટ આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે કર્ફ્યૂનું ઉલંઘન કરનારા લોકોની વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં પૂજા સ્થળ પર 31 માર્ચ સુધી બંધ રહેશે.
મહારાષ્ટ્રમાં ગત વર્ષ ઓક્ટોમ્બરમાં 15 હજાર મામલા સામે આવ્યા હતા. ગત મહિને એકવાર ફરી આમાં તેજી જોવા મળી છે. બુધવારે 13, 659 પોઝિટિવ મામલા દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગુરુવારે 14, 317 નોંધાયા હતા. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા 22.82 લાખ થઈ ગઈ છે. જ્યારે મરનારાની સંખ્યા 52, 732 પહોંચી ગઈ છે. જેમાં 56 લોકોએ શુક્રવારે જીવ ગુમાવ્યો છે.
પોઝિટિવ મામલાની વાત કરીએ તો સૌથી વધારે 1845 નવા મામવા પૂનામાં નોંધાયા છે. આ બાદ 1729 નાગપુર અને 1647 મુંબઈમાં. મુંબઈમાં કુલ મામલા 3.4 લાખને પાર થઈ ચૂક્યા છે. મરનારાની સંખ્યા 11, 523 પહોંચી ગઈ છે.
પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયું છે. ઔરંગાબાદમાં વિકેન્ડ પર લગભગ ટોટલ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. ગત મહિને અમરાવતીમાં લોકડાઉન લાગ્યું હતુ. જલગાંવમાં 11થી 15 માર્ચ સુધી જનતા કર્ફ્યૂ લગાયા છે. આ ઉપરાંત મુંબઈ, નાગપુર, પિંપરી ચિંચવાડ, નાસિક, ઔરંગાબાદ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, અકોલા, યવતમાલ, વાશિમ અને બુલધાનામાં મૂવમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.