કોરોના મહામારી વચ્ચે લોકો રૂપિયા કમાવા માટે ખોટા કામ કરતા હોય છે ત્યારે નકલી ઈન્જેકશન બાદ આજે નકલી સેનિટાઇઝર બનાવવાનું એક કારખાનું પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. જોકે, આ ઈસમો ખોટી પદ્ધતિ દ્વારા નકલી સેનેટાઇઝર બનાવી બ્રાન્ડેડ કંપનીના નામે પેકિંગ કરીને બજારમાં વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.
પોલીસ હકીકત મળી હતી કે, કેટલાક ઈસમો બ્રાન્ડેડ કંપનીનાં નામે નકલી સેનેટાઈઝર બનાવી બજારમાં તેનું વેચાણ કરે છે. આ માહિતીના અધારે પોલીસે તપાસ કરી ત્યારે હકીકત મળી હતી કે, જીગરભાઇ જશવંતભાઈ ભાલાળા નામનો ઇસમ તેના સાગરીત નરેશભાઇ છગનભાઇ ડાભીની સાથે ભેગો મળી અમરોલી મોટા વરાછા , દુખીયાના દરબાર રોડ , રંગવાડી ફાર્મ હાઉસમાં ગોડાઉન રાખીને તે ગોડાઉનમાં મીથાઇલ પ્રવાહીનું મિશ્રણ કરીને ખોટી પદ્ધતીથી સેનેટાઈઝરનું મિશ્રણ બનાવીને તે બનાવટી સેનેટાઇઝરને 5 લીટરવાળા કેરબાઓમાં શીલપેક કરી “ હ્યું સ્કાય હેન્ડ સેનેટાઇઝર ” તથા “ કેરફુલ હેન્ડ રબ સેનેટાઇઝર ” નામથી બજારમાં છુટકમાં વેચાણ કરે છે.
જોકે આ ઈસમો પાસેથી પોલીસે મીથાઇલ પ્રવાહી કુલ ૧૨00 લીટર તથા બનાવટી, સેનેટાઇઝર કુલ ૯00 લીટર તથા અન્ય સાધન સામગ્રીઓ મળી કુલ કિંંત રૂ . ૭,૯૩,૭૪૦ / ની મત્તાનો મુદ્દામાલ મજકુર બંને ઇસમોની પાસેથી કબ્જે કરી તેમની પદ્ધતી બાબતે વિગતે પુછ પરછ કરતા તેઓ મથાઇલ પ્રવાહીને અંકુર વેકરીયા નામના ઇસમની પાસેથી વેચાતો ખરીદ કરી તેનો રંગવાડી ફાર્મ હાઉસમાં તેમના ગોડાઉનમાં સ્ટોર કરી મિથાઇલ પ્રવાહીમાં પાણી તથા ફુડ કલર અને પરફયુમનો પ્રવાહીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરી તે મિશ્રણ કરેલ પ્રવાહીને પ્લાસ્ટીકના ૫ લીટરના નાના કેરબાઓમાં કંપની શીલબંધ જેવું કરી તે તમામ કેરબાઓ ઉપર બ્લ્યુ સ્કાય હેન્ડ સેનેટાઇઝર તથા કેરફુલ હેન્ડ રબ સેનેટાઇઝર નામના સ્ટીકર લેબલ ચોટાડી બજારમાં એક કેરબા પૈકી રૂા ૧૩૦ / – માં વેચાણ કરતા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.