ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે તૈયાર થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાંથી ઝડપાયેલા નકલી નોટના કારખાનાથી ભારે ખળભળાટ મચી ગયો છે.
આખા નેટવર્કમાં નાનકડા અંબાવ ગામથી નકલી નોટો છાપીને તેને સુરત મોકલ્યા બાદ સમગ્ર દેશમાં મોકલાતી હોવાની શંકા પોલીસ સુત્રોએ વ્યક્ત કરી છે. જો કે, સત્ય હકીકત શું છે તે સ્નામી સહિતના પાંચેય આરોપીના રિમાન્ડ દરમિયાન બહાર આવશે. હાલ નકલી નોટને માર્કેટમાં ફરતી કરવાના નેટવર્ક ઉપરથી પરદો ઉચકવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાધારમણ સ્વામી સહિત પાંચેય આરોપીને કોર્ટ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે ચાર દિવસના કિમાન્ટ મંજૂર કરતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. આ તપાસનો રેલો રાધારમણસ્વામીના સંપર્કમાં આવનાર અમુક હરિભક્તો સહિતના શખ્સો સુધી પહોંચવાની શક્યતાઓ વધી છે.
આ અંગે પોલીસ સુત્રો જણાવેલ કે. કદાચ નાનકડા એવડા અંબાવ ગામને અને મંદિરને એટલા માટે પસંદ કરવામાં આવ્યું હશે કે, અહીં કોઈની નજર ન પડે પરંતુ સુરતમાંથી નકલી નોટો પકડાઇ જતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઇ ગયો છે. ખેડા જિલ્લાના અંબાવ ખાતે આવેલા સ્વામિનારાયણ આશ્રમમાં નકલી નોટો છાપીને સુરત સહિત દેશોના અન્ય અનેક શહેરોમાં પહોંચાડવામાં આવી હોવાને કારણે કરોડો રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરી રહી હોવાની આસંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વામીના કરતૂતને પગલે મંદિરમાં પ્રસાદીના પેકેટ લેનાર હરીભક્તો સામે પણ શંકાની નજરો ઉઠી રહી છે.
રાધારણસ્વામીનું વડતાલ મંદિર સાથે સીધું કનેક્શન બહાર આવ્યું
વડતાલ તાબાના અંબાવ ગામના સુખીની મુવાડીમાં ખાનગી ટ્રસ્ટ સ્થાપી કાળા કરતુતો કરનાર રાધારમણસ્વામીના મુદ્દે ભલેને ટેમ્પલ બોર્ડ હાથ ઉંચા કરી દીધા હોય પરંતુ મંદિર સાથે સ્વામીને વર્ષો જૂનો પુરાણો નાતો છે. જેમાં વડતાલ તાબાના વિરસદ મંદિરમાં રાઘારમણ 2004થી 2007 સમય દરમિયાન કોઠારી રહી ચુક્યા છે. ત્યારબાદ વડોદરાના કલાલી સ્વામિનારાયણ મંદિરમાં 2007થી 2009માં પણ કોઠારી પદ્દે સત્તારૂઢ હતા. તેના પુરાવા મંદિરોમાં ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.