ભારતીય ચલણની નકલી 2000ની નોટ છાપવા મામલે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા અંબાવ ખાતે આવેલા સુખીનીમુવાડી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર રાધારમણ સ્વામીની ધરપકડ કરવામાં આવી છે. રાધારમણનું સ્વામીના વડતાલના સંતોની સાથે વાયરલ થયેલા ફોટાઓ બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી દ્વારા પ્રતિક્રિયા આપી હતી અને રાધારમણ સાધુ સાથે અને તેમના મંદિર અને આશ્રમ સાથે વડતાલ મંદિરને કઈ લેવાદેવા નથી તેવું જણાવ્યું હતું.
વડતાલના સ્વીમ નૌતમ સ્વામીએ પ્રતિક્રિયા આપી હતી કે, રાધારમણ સ્વામી છેલ્લા 2007 પછી વડતાલ ખાતે ક્યારે જ અહિયાં આવ્યા હશે. તેમના ગુરુથી ઘણા વર્ષોથી તેઓ દૂર રહેતા હતા. અંબાવ સુખીનીમુવાડી ખાતે તેમને જે મંદિર અને આશ્રમ બનાવ્યો છે. તે આશ્રમ અને મંદિર ખાતે કોઈ પણ પ્રકારની લેવાદેવા નથી.
આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે 23 નવેમ્બરના શનિવારે રાત્રે કામરેજથી કઠોદરા જતા રસ્તા પરથી પ્રતીક દિલીપ ચોડવડિયા નામના યુવકની અટકાયત કરી હતી અને તેની પાસેથી 4.06 લાખની નકલી ચલણી નોટ પોલીસ મળી હતી. પોલીસે પ્રતિકની પૂછપરછ કરતા ખેડા જિલ્લાના અંબાવ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરના રાધારમણ નામના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની સંડોવણી સામે આવી હતી. તેથી પોલીસની એક ટીમ સાધુની અટકાયત કરવા મંદિરે પહોંચી હતી. તે સમયે પોલીસે મંદિર પરિસરના એક ઓડામાંથી નકલી નોટ છાપવાની સાધન સામગ્રી અને 50 લાખ રૂપિયાની નકલી નોટ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.