– સોહેલ તાઇને ત્યાંથી ઇન્જેકશનનો જથ્થો મળ્યો
– નકલી ઇન્જેકશનથી દર્દીને શું નુકશાન થઇ શકે તે અંગે નિષ્ણાત ડૉક્ટરો પાસેથી અભિપ્રાય મંગાવાયા
કોરોનાના ગંભીર દર્દીઓ માટે રામબાણ ઇલાજ પુરવાર થતાં ટોસિલીઝુમેબ ઇન્જેકશનની હાલમાં ખુબ જ ડિમાન્ડ છે. આ પરિસ્થિતી વચ્ચે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરતમાંથી નકલી ટોસિલિઝુમેબ ઇન્જેકશન બનાવાવનુ કૌભાંડ ઝડપી પાડયુ છે.
આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ સોહેલ ઇસ્માઇલ તાઇ છે જે માત્ર 10મું ધોરણ પાસ છે. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના 15 અધિકારીઓ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા કામે લાગ્યાં છે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ટોસિલિઝુમેબ ઇન્જેકશન દર્દીઓ માટે અકસીર ઇલાજ પુરવાર થઇ રહ્યાં છે. કોરોનાની મહામારી વચ્ચે પણ કાળાબજારીઓ સક્રિય બન્યાં છે અને ટોસિલિઝુમેબ ઇન્જેકશન બમણાં ભાવે વેચી રહ્યાં છે.
ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલીઝુમેબ ઇન્જેકશન કારગર સાબિત થયા છે. બધાય દર્દીઓ માટે આ ઇન્જેશન ઉપયોગમાં લઇ શકાય નહીં. સુરતમાં નકલી ટોસિલીઝુમેબ ઇન્જેકશનનો ઉપયોગ થઇ રહ્યો છે તેવી માહિતી મળી હતી જેના કારણે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેલ્લા પંદરેક દિવસથી આ કૌભાંડ પર નજર રાખી હતી.
નકલી ટોસિલિઝુમેબ ઇન્જેકશન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સોહેલ ઇસ્માઇલ તાઇ છે. આરોપીના ઘરમાંથી દવા-ઇન્જેકશનનો જથ્થો મળી આવ્યો છે. આ દવાના સેમ્પલ વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલી અપાયાં છે. બે સપ્તાહમાં તેનો રિપોર્ટ આવી જશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરાશે.
સોહેલ તાઇ પાસે દવા બનાવવાનુ લાયસન્સ સુધ્ધાં નથી. અત્યારે તો સોહેલ ઇસ્માઇલે નકલી ટોસિલિઝુમેબ ઇન્જેકશનમાં કયાં દ્વવ્ય નાંખ્યા છે, આ ઇન્જેકશનની દર્દીને શું નુકશાન કરી શકે છે તે અંગે પણ નિષ્ણાત તબીબો પાસે
અભિપ્રાય મંગાવ્યા છે. ડો.કોશિયાએ વધુમાં એવુ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે 6400 ઇન્જેકશનનો ઉપયોગ કરાયો છે.
હાલમાં વિશ્વમાં સ્વિટર્ઝલેન્ડની એક માત્ર રોષ કંપની જ ટોસિલિઝૂમેબ ઇન્જેકશન બનાવે છે. રાજ્ય સરકારે વધુ ટોસિલિઝુેમેબ ઇન્જેકશનનો ઓર્ડર આપ્યો છે. જોકે, ટોસિલિઝુમેબ ઇન્જેકશનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે હવે રાજ્ય સરકારે પણ વિચારણા હાથ ધરી છે.
નકલી ઈન્જેકશન બનીને વેચાઈ ગયા ત્યાં સુધી સરકાર ઊંઘતી રહી!
અમદાવાદમાં વેચાતા નકલી ટોસિલિઝુમેબ
ઈન્જેકશનનું મોટુ રેકેડ સુરતથી પકડાયુ છે ત્યારે ગંભીર વાત તો એ છે કે કોરોનાની સારવારમાં છેલ્લા સ્ટેજના દર્દી માટે અતિ આવશ્યક એવા આ ઈન્જેકશન માટે લાખો રૂપિયાનું રો મટીરિયલ લવાયુ ત્યારબાદ ઈન્જેકશન બનાવી પણ દેવાયા અને એટલુ જ નહીં માર્કેટમાં વેચાવા માંડયા ત્યા સુધી સરકાર ઉંઘતી ઝડપાઈ ગઈ છે.
સરકારનુ આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રંગ્સ વિભાગે કેમ આટલા મોંઘા ઈન્જેકશનના પુરવઠા અને સપ્લાય માટે નક્કર પ્લાનિંગ ન કર્યુ ? નકલી ઈન્જકેશનના કૌભાંડનો માસ્ટર માઈન્ડ આરોપી સોહેલ છેલ્લા એક વર્ષથી પોતાના ઘરમા સ્ટીરોઈડના ઈન્જેકશન બનાવીને વેચતો હતો અને ઈન્જેકશનની ડિમાન્ડ વધતા તેણે
નકલી ઈન્જેકશન બનાવવાનું શરૂ કરી દીધુ હતું.
મહત્વનું છેકે નકલ ઈન્જેકશન અત્યાર સુધી કેટલા બન્યા હશે અને કેટલા માર્કેટમાં વેચાઈ પણ ચુક્યા હશે અને કેટલાક દર્દીના જીવને જોખમ ઉભુ થયુ હશે ?અમદાવાદમાં ઈન્જેકશનના વેચાણ દરમિયાન એક તબીબને શંકા જતા આ રેકેટ પકડાયુ પરંતુ જો તબીબે ફરિયાદ કરી ન હો ત આ કૌભાંડ હજુ ચાલતુ હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.