CRPFની કોબરા ટીમના સેકન્ડ ઈન કમાન્ડ ઓફિસર સંદીપ નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, પરંતુ તેમના ચહેરા પરની સ્માઈલ અને જોશ એવો છે જાણે ફરીથી ઉઠીને ચાલવા માંડશે ગાઢ જંગલોમાં, નક્સલીઓને જવાબ આપવા માટે.
સંદીપ પોતાના સાથી જવાનોને બચાવતા નક્સલીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા. એવામાં એક ધમાકો થયો અને તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. રવિવારે તેમને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રાયપુર લાવવામાં આવ્યા.
ગૃહ મંત્રી અમિત શાહ સોમવારની સાંજે રાયપુરની રામકૃષ્ણ કેર હોસ્પિટલમાં ગયા હતા. તેમણે ત્યાં સંદીપ દ્વિવેદી સાથે પણ મુલાકાત કરી હતી અને તેમણે સંદીપને જલ્દી સ્વસ્થ થવાનું આશ્વાસન આપ્યું હતું.
સંદીપે વધુમાં જણાવ્યું હતું કે, જવાનોએ તેમનો ઘેરો તોડી નાંખ્યો. જવાનોની બહાદુરીને પગલે જ અમે એક મહિલા નક્સલીનો શવ રિકવર કરવામાં સફળ રહ્યા, નહીં તો નક્સલી ડેડ બોડી લઈ જવા ના દેતે. આ મુઠભેડ માટે નક્સલી સંપૂર્ણરીતે સજ્જ હતા, અમને ઈનપુટ મળી રહ્યા હતા કે તેમના મોટા કમાન્ડર ઘણા સમયથી તે એરિયામાં હતા. ત્યાં તેમનો પ્લાન મોટો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.