નામ “વિજય” પણ દિલ્હીમાં જે જે સીટમાં પ્રચાર કર્યો ત્યાં ભાજપને મળ્યો કારમો પરાજય

હાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડી રહ્યો છે. આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.