નાના ખાદ્ય ઉદ્યોગો માટે મોદી સરકારની મોટી જાહેરાત, આપશે 10000 કરોડ રૂપિયા

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આજની જાહેરાતો ખેડૂતો સાથે જોડાયેલી છે. 8 જાહેરાત કૃષિ સેક્ટર સાથે જોડાયેલા પાયાનાં માળખા પર છે. નાણાં મંત્રીએ કહ્યું કે આજે કૃષિ અને તેનાથી જોડાયેલા ક્ષેત્રો માટે અમે જાહેરાતો કરી રહ્યા છીએ. નાણાંમંત્રીએ લોકડાઉન દરમિયાન પણ ખેડૂતો કામ કરતા રહ્યા. નાના અને મધ્યમ ખેડૂતોની પાસે 85 ટકા ખેતી છે. નાણાંમંત્રીએ કહ્યું કે દાળ ઉત્પાદનમાં ત્રીજા નંબરે અને શેરડી ઉત્પાદનમાં આપણે બીજા નંબરે છીએ.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફૂડ એન્ટરપ્રાઇઝિસ માઇક્રો સાઇઝ માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ફૂડ એન્ટરપ્રાઇઝિસ માઇક્રો સાઇઝ માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. આ અંતર્ગત ક્લસ્ટર આધાર પર 10 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડની પ્રોડક્ટ બનાવી શકે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, “આનાથી વેલનેસ, હર્બલ, ઑર્ગેનિક વગેરે પ્રોડક્ટ તૈયાર કરનારા 2 લાખ માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝિસને ફાયદો થશે. બિહારમાં મખાના ઉત્પાદન, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નૉર્થ-ઈસ્ટમાં ઑર્ગેનિક ફૂડ, તેંલગાણામાં હળદરનું ઉત્પાદન વધશે.”

નિર્મલા સીતારમણે કહ્યું કે, “પીએમ મોદીનાં વિઝન વોકલ ફોર લોકલને અમલમાં લાવવાનાં ઉદ્દેશથી 2 લાખ માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝની મદદ માટે એક યોજના શરૂ કરવામાં આવશે. સ્વાસ્થ્ય અને સુરક્ષા માપદંડોમાં સુધાર, છૂટક બજારો સાથે એકીકરણ જેવા મુદ્દાઓ પર ફોક્સ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.