નાણા મંત્રી મંજૂરી આપે તો 10-15 મજૂરોની બેગો ઉઠાવીને ચાલતો જઈશઃ રાહુલ ગાંધી

 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મુસીબતમાં મુકાયેલા શ્રમજીવીઓને મળ્યા હતા.

જેના પર નાણા મંત્રી નિર્મલા સિતારમને ટોણો મારતા કહ્યુ હતુ કે, આવુ કરીને રાહુલે મજૂરોનો સમય ખરાબ કર્યો હતો.રાહુલ જો ખરેખર મજૂરો માટે ગંભીર હોત તો તેમનો સામન ઉઠાવ્યો હોત.

દરમિયાન રાહુલ ગાંધીએ હવે તેનો જવાબ આપતા કહ્યુ છે કે, જો નાણા મંત્રી પરવાનગી આપે તો હું બેગ ઉઠાવીને ચોક્કસ લઈ જઈશ અને એક નહી પણ 1015 મજૂરોની બેગ ઉઠાવીને લઈ જઈશ.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, શ્રમજીવીઓ સાથે વાત કરીને હું તેમના દિલમાં શું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું.હું સાચુ કહુ તો મને ઘણો ફાયદો થયો છે.મારી જાણકારી વધી છે.જ્યાં સુધી મદદની વાત છે તો મદદ તો હું કરતો રહીશું.જો નિર્મલાજી મને મંજૂરી આપે તો એક બે નહી 10-15 મજૂરોની બેગ ઉઠાવીને યુપી સુધી જઈશ.મને ખાલી તેઓ પરવાનગી આપે.મને ચાલતા જવામાં પણ વાંધો નથી.હું રસ્તામાં લોકોની મદદ કરીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.