એટીએમ કાર્ડ મૂકીને જવાથી કોઈ વ્યક્તિ, તેમના નાણા સેરવી જતાં હોવાની, સામે આવે છે ઘટના

એટીએમ મશીનમાં કોઈ વ્યક્તિ પૈસા ઉપાડવા જાય છે ત્યારે પૈસા વિડ્રોલ થઇ ગયા બાદ કાર્ડ મશીન ની બહાર આવતું નથી અને તે ફસાઈ જાય છે. ત્યારે લોકો કાર્ડ ત્યાં મૂકી બાજુમાં બેંકમાં ફરિયાદ કરવા જતા હોય છે. પરંતુ લોકોએ હવે ચેતવાની જરૂર છે. આ રીતે એટીએમ કાર્ડ મૂકીને જવાથી કોઈ વ્યક્તિ તેમના નાણા સેરવી જતાં હોવાની પણ ઘટના સામે આવે છે.

શહેરના આનંદનગર રોડ ઉપર આવેલા આનંદ નગર ફ્લેટમાં રહેતા ૬૦ વર્ષીય દર્શનભાઈ શાહ જીએસટી ઓફિસર તરીકે નિવૃત્ત થયા છે.

તેઓ પૈસા ઉપાડવા ગયા હતા અને તેઓએ એટીએમમાંથી 10 હજાર ઉપાડ્યા હતા. એટીએમ મશીનમાંથી પૈસા આવ્યા હતા. જે પૈસા તેઓએ લઈ લીધા હતા અને તેમનું એટીએમ કાર્ડ મશીનમાં અટકી ગયું હતું. જે કાર્ડ તેઓએ ખેંચવા છતાં નીકળ્યું ન હતું.

જેથી તેઓ એટીએમ સેન્ટરની બાજુમાં આવેલી બેંક ઓફ બરોડામાં આ બાબતની જાણ કરવા માટે ગયા હતા અને પરત આવતા જોયું તો કાર્ડ નીકળી ગયું હતું.

પહેલીવાર તેઓ જ્યારે પૈસા ઉપાડતા હતા ત્યારે તેમની પાછળ આશરે ૩૦ વર્ષનો એક વ્યક્તિ ઊભો હતો. જેણે દર્શનભાઈની જાણ બહાર એટીએમ કાર્ડનો પીન નંબર જોઈ લીધો હતો અને તેઓનું એટીએમ કાર્ડ નીકળતું ન હોવાથી બેંકમાં જાણ કરવા ગયા ત્યારે આ શખશે એટીએમ કાર્ડ લઇ પૈસા વિડ્રોલ કરી ચોરી કરી બીજા કોઈ નું કાર્ડ મશીનમાં મૂકી દીધું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.