નાના વેપારીઓની મોટી પહેલ: તાતા, અંબાણી સહિત 50 જેટલા ઉદ્યોગપતિઓને પત્ર લખી આપી આ ‘સ્વર્ણિમ’ સલાહ

ચીની વસ્તુઓનો બહિષ્કાર કરો : 50 ઉદ્યોગપતિઓને વેપારીઓનો પત્ર

– 20 જવાનોની શહાદત બાદ દેશમાં ચીન વિરૂદ્ધ રોષ વધ્યો
– રતન તાતા, મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, આનંદ મહિન્દ્રા સહિતના ઉદ્યોગપતિઓને કેમ્પેઇનમાં જોડાવવા આમંત્રણ

ચીની સૈન્ય સાથે સરહદે ભારે ઘર્ષણ દરમિયાન ભારતના 20 જવાનો શહીદ થઇ ગયા છે. આ સિૃથતિ વચ્ચે દેશમાં ચીની વસ્તુઓના બહિષ્કાર માટે એક કેમ્પેઇન શરૂ થઇ ગયું છે. જેને પગલે હવે આમ નાગરિકોથી લઇને વ્યાપારીઓ પણ અવાજ ઉઠાવવા લાગ્યા છે.

આ સિૃથતિ વચ્ચે દેશના અનેક વ્યાપારીઓએ હવે મોટા ઉધ્યોગપતીઓ જેમ કે રતન તાતા, મુકેશ અંબાણી સહિતનાને પત્ર લખ્યો છે અને ચીની વસ્તુઓના બહિષ્તારના અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે.

વ્યાપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇંડિયા ટ્રેડર્સ (કૈટ)એ નેતાઓ, સેલિબ્રિટી બાદ હવે આશરે 50 જેટલા મોટા ઉધ્યોગપતિઓને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ એવી અપીલ કરી છે કે દેશના બધા જ લોકોએ બોયકોટ ચાઇના કેમ્પેઇનમાં જોડાવું જોઇએ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.