નાણાં મંત્રાલય સિમાંત અને આજદિન સુધી સામાજિક- આર્થિક રીતે વંચિત વર્ગોની નાણાકીય સમાવેશિતા માટે અને તેમને સહકાર આપવા માટે કટિબદ્ધ છે. અલગ અલગ પહેલ દ્વારા નવોદિત ઉદ્યોગ સાહસિકોથી માંડીને સખત પરિશ્રમી ખેડૂતો સુધીના તમામ પ્રકારના હિતધારકોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે.
આપણે PMMYની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવણી રહ્યાં હોવાથી, આપણે આ યોજનાના મુખ્ય પરિબળો અને તે અંતર્ગત આજદિન સુધીમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓ પર એક નજર કરીએ.
ભારતના વિકાસના બીજ રોપવા માટે એક ફળદ્રુપ જમીન પૂરી પાડવાના ઉદ્દેશ સાથે, યુવા ભારતના આવિષ્કારી ઉત્સાહનું જતન અને સિંચન કરવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે કારણ કે તે દેશની આર્થિક ઇકોસિસ્ટમમાં હાલમાં રહેલા અંતરાયો દૂર કરવા માટે નવી પેઢીના ઉકેલો પૂરાં પાડી શકે છે.

PMMY અંતર્ગત રૂપિયા 10 લાખ સુધીનું ધિરાણ સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLIs) જેમ કે, અનુસૂચિત કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs), સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFBs), બિન બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs), સુક્ષ્મ ફાઇનાન્સ સંસ્થાઓ (MFIs) વગેરે દ્વારા વિસ્તરિત કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.