બજેટમાં ભવિષ્યની યોજનાઓ પર વાત કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે વીજળી મીટર બદલવાની વાત પણ કરી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આવનાર સમયમાં દેશભરમાં પ્રીપેડ મીટર લાગસે જે સ્માર્ટ મીટર હશે. જેની મદદથી સપ્લાયર અને રેટ પસંદ કરવાનો વિકલ્પ હશે. બજેટમાં નાણામંત્રીએ 22 હજાર કરોડ રૂપિયા ઉર્જા ક્ષેત્રને આપ્યા.
આ યોજના હેઠળ જૂના મીટરોને ધીમે-ધીમે હટાવવામાં આવશે. પ્રી પેડ મીટરો દ્વારા વીજળી કંપની પસંદ કરવાની આઝાદી હળે, આ યોજનાની જાહેરાત કરતા સીતારમણે કહ્યું , હું દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશથી જૂના મીટર બદલીને પ્રી પેડ સ્માર્ટ મીટર આગામી 3 વર્ષમાં લગાવવાનો આગ્રહ કરું છું સીતારમણે કહ્યું કે તેનાથી ગ્રાહકોને તેમની સુવિધાના હિસાબથી કંપની અને ભાવ પસંદ કરી શકે છે. સીતારમણે કહ્યું કે આ દરેક લોકોને વીજળી આપવાની દિશામાં મહત્વનું પગલું છે. ડિસ્કોમમાં બદલાવ માટે 22000 કરોડ રૂપિયા પાવર અને અક્ષય ઉર્જા માટે પ્રસ્તાવિત કરવામાં આવી રહ્યા છે.
જણાવી દઇએ કે પ્રી પેડ મીટરના પ્લાન પર કેન્દ્ર સરકાર ખૂબ પહેલાથી કામ કરી રહી છે. વર્ષ 2018માં પણ સરકારે એવી ઇશ્છા વ્યક્ત કરી હતી કે સરકારે 2022 સુધી દરેક મીટરોને બદલવાનું લક્ષ્ય રાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.