નાણા મંત્રી નિર્મલા સિતારમને આસામના બગીચાઓના શ્રમજીવીઓના બેન્ક એકાઉન્ટને લઈને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેનની જાહેરમાં ઝાટકણી કાઢી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
એ પછી બેન્કના સંગઠને નાણા મંત્રીનો વિરોધ કરતા આ મુદ્દે વિવાદ વકરે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે 27 ફેબ્રુઆરીએ નાણા મંત્રી આસામના ગૌહાટીમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.જેની વાયરલ થયેલી વીડિયો ક્લિપ પ્રમાણે નાણા મંત્રીએ ચાના બગીચાઓના કામદારોના અઢી લાખ બેન્ક એકાઉન્ટ એક્ટિવ નહી હોવાનો મુદ્દો ઉઠાવીને અધિકારીઓને સવાલ કર્યો હતો .જેના જવાબમાં એક અધિકારીએ કહ્યુ હતુ કે, આ માટે રિઝર્વ બેન્ક પાસેથી કેટલીક પરવાનગી લેવાની છે અને એક સપ્તાહમાં આ કામ થઈ જશે.
એક સમયે સિતારમને અકળાઈને કહ્યુ હતુ કે, મને ગેરમાર્ગે ના દોરો, એસબીઆઈ ચેરમેન તમે મને દિલ્હીમાં મળજો, આ મામલાને હું છોડવાની નથી.આ કામચોરી છે.નિષ્ફળતા માટે હું તમને જવાબદાર ઠેરવુ છુ અને હું તમારી સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરીશ.તમે એકાઉન્ટ ચાલુ કરાવો, કામદારોને કોઈ પણ પ્રકારનુ નુકસાન થવુ જોઈએ નહી.
બીજી તરફ બેન્કના ઓફિસર્સ એસોસિએશનનો દાવો છે કે, ચેરમેન રજનીશ કુમારને નાણા મંત્રીએ ચાના બગીચાઓના કર્મચારીઓને લોન નહી આપવા માટે જે રીતે જાહેરમાં ખખડાવ્યા હતા તેની એસોસિએશન નિંદા કરે છે.
એસોસિએશનનો દાવો છે કે, નાણા મંત્રીએ બેન્કને હાર્ટલેસ ગણાવી બેન્કના પ્રમુખનુ અપમાન કર્યુ છે.ચૂંટાયેલા નેતાઓએ આ પ્રકારનો વ્યવહાર બેન્કના ટોચના અધિકારીઓ સાથે કરવો જોઈએ નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.