નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન તેઓ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજથી જોડાયેલ બધી માહિતી આપશે. આ આર્થિક પેકેજની જાહેરાત ગઈકાલે એટલે કે મંગળવારે રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કરી હતી.
માહિતી મુજબ આર્થિક પેકેજથી જોડાયેલ વિસ્તૃત માહિતી આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આપશે. જ્યારે એક ખાનગી મીડિયા સાથે વાતચીત દરમિયાન નાણાં મંત્રાલયના પ્રધાન આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે કહ્યું કે સંપૂર્ણ માહિતી બેથી ત્રણ તબક્કામાં સામે આવશે. ઉપરાંત તેમણે વિશ્વાસ દાખવ્યો કે આ પેકેજમાં સમાજના દરેક વર્ગને મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ 49 દિવસથી દેશ કોરોના સામે જંગ લડી રહ્યું છે. લોકડાઉનના કારણે દેશને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે હવે દેશને ફરીથી ઊભું કરવા માટે મોદી સરકારે ગઈકાલે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આપણે જણાવી દઈએ કે આ પેકેજ દેશની જીડીપીના આશરે 10 ટકા છે અને 2020-21ના સ્વીકૃત બજેટ એટલે કે 30 લાખ કરોડથી આશરે 10 લાખ કરોડ રૂપિયા ઓછું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં આ સ્પષ્ટ કર્યું કે આ પેકેજથી કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કામદારો, ખેડૂતો અને મધ્યમ વર્ગને લાભ થશે. સાથે જ ભારતીય ઉદ્યોગ જગતને નવી તાકાત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.